અમેરિકાની એપલ કંપની પર ચીની કંપનીએ પેટન્ટ ચોરીનો કેસ કર્યો
નવી દિલ્હી, અમેરિકાનો આરોપ છે કે ચીન તેની ટેકનોલોજી ચોરી કરે છે. હવે ચીનની એક કંપનીએ અમેરિકાની કંપની એપલ પર ટેકનોલોજી ચોરીનો આરોપ લગાડીને તેની પાસેથી નુકસાનીની માંગણી કરી છે. ચીનની આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ કંપની શાંઘાઈ ઝિંઝેન ઈન્ટેલિજન્ટ નેટવર્ક ટેકનોલોજીએ એપલ ઈંક પર તેના પેટન્ટ ચોરી કરવા માટે કેસ કર્યાે છે.
શિયાઓઆઈએ એપલ પાસે ૧.૪૩ અબજ ડોલરની નુકસાનીની માંગ કરી છે કંપનીએ કરેલી સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે એણે એપલ પાસેથી પેટન્ટ ચોરીવાળા ઉત્પાદનોને બનાવી વેચવાનું વાયદો કર્યાે. વેચવું અને આયાત પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શિયાઓઆઈએ કહ્યું છે કે એપલે પોતાની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી સિરિમા તેના પેટન્ટની ચોરી કરી છે, શિયાઓઆઈએ વોઈસ રેકગ્નીશન ટેકનોલોજીના પેટન્ટ માટે વર્ષ ૨૦૦૪માં અરજી કરી હતી અને ૨૦૦૯માં તેને પેટન્ટ પણ મળી ગયા હતા. શિયાઓઆઈનો આ કેસ આશરે એક દાયકા જુની લડાઈનો હિસ્સો છે. શિયાઓઆઈએ પહેલી વાર વર્ષ ૨૦૧૨માં એપલ પર તેની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી ચોરી કરી લેવાનો કેસ દાખલ કર્યાે હતો. જુલાઈમાં ચીનનાં સુપ્રીમ પીપલ્સ કોર્ટને શિયાઓઆઈનાં પેટન્ટને સાચું ગણાવ્યું હતું.