Western Times News

Gujarati News

ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દોર ખતમઃ નિર્મલા સીતારામણ

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દોર હવે લગભગ થઈ ચૂક્યો છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલ એક રિપોર્ટમાં આવું તારણ આપ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સારા ચોમાસાની શક્યતાને જાેતાં કૃષિ ક્ષેત્ર કોરોના વાયરસથી પ્રભાવિત અર્થ વ્યવસ્થાને ઉગારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આર્થિક બાબતોના વિભાગ તરફથી અપાયેલ આર્થિક રિપોર્ટમાં કહેવાયું છે કે એપ્રિલના સંકટ પછી હવે ભારત પુનરોધ્ધારનાા માર્ગે છે. તેમાં સરકાર અને રીઝર્વ બેંકની નીતિઓનો ટેકો મળ્યો છે. ભારત અનલોકના તબક્કામાં છે તેનાથી જાણવા મળે છે કે અર્થવ્યવસ્થાનો ખરાબ સમય વીતી ગયો છે. જાેકે કોવિડ-૧૯ના વધી રહેલા કેસો અને વિભિન્ન રાજ્યોમાં અવાર નવાર લાગુ થતાં લોકડાઉનથી જાેખમ ચાલુ છે. રિપોર્ટ કહે છે કે કોવિડ-૧૯ના કેસોમાં વધારો તથા તેના કારણે રાજ્યો દ્વારા થોડા થોડા દિવસો માટે લગાવાઈ રહેલા લોકડાઉનથી સુધારાની શક્યતાઓ નબળી પડી રહી છે. ત્યારે તેના પર સતત ધ્યાન આપવાની જરૂર છે.

જાે કે રિપોર્ટમાં કૃષિ ક્ષેત્ર બાબતે વિશ્વાસ મૂકાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થ વ્યવસ્થાને કોવિડ-૧૯ના ઝટકામાંથી બહાર લાવવામાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા મહત્ત્વની બનશે. કોવિડ-૧૯ના કારણે લાગુ લોકડાઉનમાંથી કૃષિ ક્ષેત્રને ખરા સમયે અપાયેલી છૂટથી ખરીફ ફસલોની લાગણી થઈ શકી. ઘઉંની રેકોર્ડે ખરીદીથી ખેડૂતોના હાથમાં ૭૫ હજાર કરોડ રૂપિયા આવ્યા જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં અંગત ઉપયોગ વધવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.