Western Times News

Gujarati News

નવા જમ્મુ કાશ્મીરને એક વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રએ ૩૦ હજારને નાગરિક્ત્વ, ૧૦ હજારને નોકરી આપી

નવી દિલ્હી, દરભંગાના મૂળ નિવાસી નવીનકુમાર ચૌધરીએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને કાશ્મીરમાં વસવાનો અધિકાર મળી શકે. ગયા અઠવાડિયે ચૌધરી ભારતીય પ્રશાંસનીક સેવાના એવા પહેલા અધિકાર બન્યા, જેને કાશ્મીરનું ડોમીસાઈલ પ્રાપ્ત થયું તે ૧૯૯૪થી આ રાજ્યમાં વિભિન્ન પદો પર કામ કરી રહ્યા હતા. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા પછી બીજા રાજ્યોના નાગરિકોને કાશ્મીરનું ડોમિસાઈલ મળવાનું ચાલી થઈ ગયું છે. આ દરમિયન પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા ૨૦,૦૦૦ હિંદુ પરિવારોને કાશ્મીર વસાવવામાં આવ્યા અને દરેક પરિવારને સાડા પાંચ લાખ રૂપિયાની સહાયતા પણ અપાઈ.

 

૧૦,૦૦૦ સફાઈ કર્મચારીઓને પણ કાશ્મીરની નાગરિકતા મળી જેનાથી તેમને ૭૦ વર્ષાે પછી હવે શિક્ષણ અને રોજગારની તક મળશે. આ દરમિયાન ૧૭૦ કાયદાઓ રાજ્યમાં લાગુ કરાયા તેમાં સુચનાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય લઘુમતી પંચ, સીનીયર સીટીઝન, વિકલાંગો, મહિલાઓ અને બાળકો માટે બનાવાયેલ ખાસ કાયદાઓ સામેલ છે. આ ઉપરાંત રાજ્યના ૧૬૪ કાયદાઓ રદ કરવામાં આવ્યા, જ્યારે ૧૩૮ કાયદાઓમાં ફેરફાર કરાયા.

સરકારે ૧ વર્ષ દરમિયાન ૧૦,૦૦૦ લોકોને સરકારી નોકરી આપી અને થોડા સમયમાં ૨૫ હજાર નવી નોકરીઓ અપાશે. જેમાં ડોક્ટર, પશુ ચિકિત્સક, પંચાયતના અધિકારીઓ ઉપરાંત ચોથા વર્ગની જગ્યાઓ સામેલ છે. જમ્મુ કાશ્મીરમાં રહેતા ૪૪ હજાર કાશ્મીરી પ્રવાસી પરિવારો માટે ૬૦૦૦ જગ્યાઓ અનામત રખાઈ. જેમાંથી ૪૦૦૦ની ભર્તી થઈ ચૂકી છે. જમ્મુમાં રહેતા ૧૦૦૦ પ્રવાસી પરિવારોને મહિને ૧૩૦૦૦ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.