દુનિયામાં દર ૧૫ સેકન્ડે ૧ વ્યક્તિને ભરખી જાય છે કોરોના
નવી દિલ્હી, દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોવિડ-૧૯થી થનારા મોતના આંકડાઓ પણ ચોંકાવનારા છે. દુનિયામાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો બુધવારે ૭ લાખને પાર કરી ગયો હતો. દુનિયામાં સરેરાશ દર ૧૫ સેકન્ડે એક વ્યક્તિ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા બે સપ્તાહના આંકડાઓના આધારે ન્યૂઝ એજન્સીએ આ વિશ્લેષણ રજૂ કર્યું છે. અમેરિકા, બ્રાઝીલ, ભારત અને મેક્સિકો એવા દેશ છે જ્યાં કોરોનાથી થનારા મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દુનિયામાં ૨૪ કલાકમાં ૫૯૦૦ લોકોનાં મોત થાય છે. એટલે કે એક કલાકમાં સરેરાશ ૨૪૭ લોકો અથવા દર ૧૫ સેકન્ડે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.