Western Times News

Gujarati News

દેશના પૂર્વ સીજેઆઇ રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ કડીમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગો પણ કોરોનાથી સ્ંક્રમિત થઈ ચૂક્યા છે. નવેમ્બર ૨૦૧૯માં રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે જ રામ મંદિર કેસનો ફેસલો સંભળાવ્યો હતો.ે રંજન ગોગોઈ પહેલા દેશના બે કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સ્ટાફના અધિકારીને કોરોના પોઝિટિવ થયા બાદ ખુદને આઈસોલેટ કરી લીધા હતા.
ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિત થયાની જાણકારી મળતા જ ગૃહમંત્રી અમિત શાહને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે.

સીએમથી લઈ રાજ્યપાલ પણ સંક્રમિત બે કેન્દ્રિય મંત્રી ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તમિલનાડુના ગવર્નર બનવાલી લાલ પુરોહિત પણ કોરોના વાયરસ પોઝિટિવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.