વડાપ્રધાન મોદીના માતા હિરા બાએ ટીવીમાં ભૂમિપૂજન કાર્યક્રમ નિહાળ્યો
નવી દિલ્હી, સેંકડો વર્ષો ઈંતજાર બાદ આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વિધિવત્ શરૂઆત થઈ જેનો સમગ્ર દેશ અને દુનિયા સાક્ષી બની. અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીએ કર્યું. વડાપ્રધાન મોદીના માતા હિરા બા પણ આ ઐતિહાસિકક્ષણના સાક્ષી બન્યા. તેમણે ભૂમિપૂજનનો કાર્યક્રમ ટીવી પર નિહાળ્યો.
વડાપ્રધાન મોદીના માતા હીરા બાએ ટીવીમાં ભૂમિપૂજન કાર્યક્રમ નિહાળી રહ્યાં છે તેઓ ટીવી સામે શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને બેસ્યા છે અને ભૂમિપૂજનનો કાર્યક્રમ જોઈ રહ્યાં છે. એક માતા માટે પોતાનો પુત્ર ઐતિહાસિક રામમંદિરની આધારશિલા રાખતો તેનાથી મોટી વાત શું હોય. હીરાબાએ ગાંધીનગર સ્થિત નાના પુત્ર પંકજભાઈ મોદીના ઘરે ભૂમિપૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ તેમણે ભાવપૂર્વક ટીવી પર નિહાળ્યો હતો.