સ્ટાર રકુલ પ્રિતના ઇન્સ્ટાગ્રામ પર ૧૫ મિલિયન ફોલોઅર્સ

કોરોના કાળમાં બોલિવૂડ-સાઉથની જાણીતી અભિનેત્રી અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે
મુંબઈ, બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. કોરોના કાળમાં અન્ય બોલિવૂડ સેલેબ્રિટીની જેમ જ રકુલ પણ નીતનવા ફોટો અને વીડિયો તેના ફેન્સના મનોરંજન માટે સોશિયલ મીડિયા પર મૂકતી રહી છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ તેના ફેન્સ સાથે એક ખુશીના સમાચાર શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામમાં રકુલના ૧૫ મિલિયન ફોલોવર્સ થવાની ખુશીમાં અભિનેત્રીએ ફેન્સનો આભાર માન્યો છે. હાલ કોરોના કાળમાં અભિનેત્રી સિવાય રકુલના સ્પોટ્સ પ્રત્યેનો લગાવ પણ જોવા મળ્યો હતો. આમ પણ રકુલ ક્યારેક પિતા સાથે બેડમિન્ટન રમતા કે પછી ગરમી ગોલ્ફ રમતી નજરે પડે છે અને તે આ વાતના વીડિયો અને ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકતી રહે છે.
રકુલ પ્રીત સિંહે પોતાની એક્ટિંગની શરૂઆત કન્નડ ફિલ્મ ગિલ્લીથી કરી હતી. તે પછી રકુલ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. બીજી બાજુ તેના બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો તેને વર્ષ ૨૦૧૪માં ફિલ્મ યારિયા કરી હતી. તે પછી તે અય્યારી પણ નજરે પડી હતી. છેલ્લે તેણે અજય દેવગણ અને તબ્બુ સાથે દે દે પ્યાર દે ફિલ્મ કરી હતી. આ સિવાય રકુલ પ્રીત સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ મરજાવાં પણ જોવા મળી હતી. જો કે બોલિવૂડ ફિલ્મોમાં રકુલને જોઇએ તેવી સફળતા હજી પણ નથી મળી. તેમ છતાં સોશિયલ મીડિયામાં રકુલ હંમેશા છવાયેલી રહે છે.