દાઉદના ભત્રીજા રીઝવાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ
મુંબઈ, મુંબઇ પોલીસે એન્ટિ-એક્સ્ટર્પોર્શન સેલે રિઝવાન ઇકબાલ કાસ્કરની ધરપકડ કરી છે, જે દાઉદ ઇબ્રાહિમ કાસ્કરનો ભત્રીજો છે અને ખંડણી ઉઘરાવવા અને બીજા ઘણા કેસોમાં શંકાસ્પદ છે, તે મુંબઈથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને તેને મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યયો હતો. એમ સૂત્રોએ અહીં ગુરુવારે જણાવ્યું હતું.
બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર તેને જોયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. રિઝવાન દાઉદના નાના ભાઇ ઇકબાલ ઇબ્રાહિમ કાસ્કરનો પુત્ર છે, જે હાલમાં મુંબઇ અને થાણેના ગેરવસૂલી કેસમાં લગભગ બે વર્ષથી કસ્ટડીમાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાઉદના પિતા ઈબ્રાહીમ કાસ્કર મુંબઈ પોલિસમાં એક સામાન્ય કોન્સ્ટેબલ તરીકેની નોકરી કરતાં હતા અને મુંબઈના ડોંગરી વિસ્તારમાં સામાન્ય ઘરમાં રહેતા હતા.
બે દિવસ પહેલા જ , એઈસીએ ગેરકાયદેસર કેસમાં દાઉદ ગેંગસ્ટર ફહીમ મચમચના વિશ્વાસપાત્ર અહમદ રઝા વદારિયાને ધરપકડ કરી હતી. વદારિયાના પૂછપરછ દરમિયાન, રિજવાનનું નામ પણ આગળ આવ્યુ હતું અને માહિતીની ખાતરી કર્યા પછી, પોલીસે તેના માટે છટકું ગોઠવ્યું અને તેને મુંબઈના એરપોર્ટ પરથી જ પકડી પાડવામાં આવ્યાે હતો.