Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૬૨૮૨ કેસ, ૯૦૪નાં મોત

ભારતમાં રિકવરી રેટ ૬૭.૬૧, પોઝિટિવિટી રેટ ૮.૪૬ ટકા, પ ઓગસ્ટે દેશમાં ૬૬૪૯૪૯ સેમ્પલ ટેસ્ટ કરાયા

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધાતો રહ્યો છે. બુધવારથી ગુરુવાર સુધીમાં ૨૪ કલાકમાં ૫૬ હજારથી વધારે કેસ નોંધાયા છે અને ૯૦૪ લોકોના મોત થયાં છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૯,૬૪,૫૩૬ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૬,૨૮૨ કેસ સામે આવ્યા છે. દેશભરમાં આ જીવલેણ બીમારીને કારણે અત્યાર સુધી ૪૦,૬૯૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૬૭.૬૧ ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ ૮.૪૬ ટકા છે. ૫ ઓગસ્ટના રોજ દેશભરમાંથી ૬,૬૪,૯૪૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધી દેશમાં ૨ કરોડ ૨૧ લાખ ૪૯ હજાર ૩૫૧ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. બંગાળના પૂર્વ પરિવહન મંત્રી શ્યામલ ચક્રવર્તીનું ગુરુવારે સંક્રમણના કારણે મોત થયું છે. ચક્રવર્તી ૧૯૮૨ થી ૧૯૯૬ સુધી પશ્વિમ બંગાળના પરિવહન મંત્રી તરીકે સેવા આપી ચુક્યા હતા. તે બે વખત રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા હતા. તેમને ૩૦ જુલાઈએ સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી ૧૩ લાખ ૨૭ હજાર ૨૦૦ લોકો સાજા થઈ ચુક્યા છે. ૨૪ કલાકમાં રિકવરી રેટ ૨%ના વધારા સાથે ૬૭% પર પહોંચી ગયો છે. મૃત્યુદરમાં ૧%નો ઘટાડો નોંધાયો છે.

મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મૃત્યુદર ૨.૧૦% જણાવ્યો હતો જે હવે ૨.૦૯% થઈ ગયો છે. ઓરિસ્સામાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના રેકોર્ડ ૧૬૯૯ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ગુરુવારે સંક્રમિતોની સંખ્યા વધીને ૪૦ હજારને પાર પહોંચી ગઈ છે. સાથે જ ૧૦ મોત સાથે મૃતકોનો આંકડો ૨૩૫એ પહોંચી ગયો છે. રાજ્યમાં ગંજમ જિલ્લામાં ત્રણ સુંદરગઢમાં બે અને ભદ્રક, કંધમાલ, નયાગઢ, નબરંગપુર અને ક્યોંઝર જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે એક-એક દર્દીનું મોત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.