ભારતમાં એક જ દિવસમાં ૫૬,૦૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસઃ કુલ આંકડો 20 લાખ
નવી દિલ્હી, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુરુવાર સુધીમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો ૨૦ લાખની નજીક પહોંચ્યો છે, જેમાંથી ૧૩.૭૦ લાખ લોકો સાજા થઈ ગયા છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસના વધતા ફેલાવાને અટકાવવા માટે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે ૮ વાગ્યા સુધીમાં દેશમાં એક દિવસમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે.
આ સાથે કુલ કેસનો આંકડો ૧૯,૬૪,૫૩૬ થયો છે, જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો વધુ ૯૦૪ મોત સાથે ૪૦,૬૯૯ થયો છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૦,૧૯,૯૩૦ પર પહોંચી ગયો છે અને ૪૧,૫૭૩ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૧૩,૭૦,૩૪૭ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.
ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં કોરોનાને હરાવીને સાજા થનારા દર્દીઓની ટકાવારી ૬૭.૬૨% છે, જ્યારે મૃત્યુઆંકની ટકાવારી ૨.૦૭% છે. હાલ દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૭,૩૨,૮૩૫ છે. દેશમાં સતત ૮મા દિવસે કોરોના વાયરસના નવા કેસ ૫૦,૦૦૦ કરતા વધુ નોંધાયા છે. આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે ૫ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૨,૨૧,૪૯,૩૫૧ લોકોના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં બુધવારે ૬,૬૪,૯૪૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું કે કોરોના વાયરસમાં મૃત્યુ પામનારા ૭૦% કરતા વધારે લોકો અન્ય બિમારીઓથી પીડાતા હોય છે.SSS
કેસને ફેલાતા અટકાવવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે: મૃત્યાંકમાં પણ વધારો થયો |