સુશાંત સિંહની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પાના ગૂમ

મુંબઈ, બોલિવૂડનાં ચમકતા સિતારામાંથી એક સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે દરરોજ કંઇકને કંઇક ચોકાવનારી વાત સામે આવે છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. પણ આ વચ્ચે તે અહમ વસ્તુ હાથ લાગી છે જે આ કેસને સુલઝાવવામાં મદદ કરી શકે છે. સુશાંતની પર્સનલ ડાયરી હાથ લાગી છે. જેમાં તે તેનાં અંગત અનુભવ અને ભવિષ્યનાં પ્લાનિંગ વિશે લખતો હતો. આ ડાયરીનાં કેટલાંક પન્ના ગૂમ છે.
સુશાંતનાં પિતા કેકે સિંહનાં વકીલ વિકાસ સિંહ આ ડાયરીનો ઉલ્લેખ કરી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે, ડાયરી મળ્યા બાદ ઘણાં રહસ્ય ખુલી શકે છે. સુશાંતની પર્સનલ ડાયરી મળી છે જેનાં કેટલાંક પન્ના ફાટેલાં છે. ચેનલનાં દાવો કર્યો છે કે, ડાયરીમાં એક નામનો ઉલ્લેખ છે, જે બાદથી પન્ના ગૂમછે. જે ફરીથી મુંબઇ પોલીસની કાર્યવાહી પર શંકા ઉભી કરી છે. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત પર્સનલ ડાયરી લખતો હતો. અંકિતાએ આ વાત કરી હતી કે, સુશાંત તેની સાથે હતો ત્યારે પણ તે આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ ડાયરમીમાં કરતો હતો અને આગામી પાંચ વર્ષમાં તેનાં ઉપર કામ કરતો હતો.SSS