જંબુસર કોલેજમાં નશાકારક પદાર્થોના દુરુપયોગ દિનની ઉજવણી
(પ્રતિનિધિ) ભરૂચ, જી એમ શાહ આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ૨૬મી જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ તરીકે ઉજવાય છે તે અંતર્ગત કોલેજના આચાર્ય ડોક્ટર આઈ એમ ભાના ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે નશાને કારણે દેશનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે જે આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે યુનાઇટેડ નેશન અને ભારત સરકારે આ સમસ્યાથી યુવાનો દૂર રહે તેવા પ્રયત્નો ના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે.
કાર્યક્રમનું સંચાલન કરતા પ્રોફેસર ડી.આર પટેલે જણાવ્યું હતું કે આજનો યુવાન ખૂબ જ ઉત્સાહી છે દરેક ક્ષેત્રમાં આગવું યોગદાન આપી રહ્યો છે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા થનગની રહ્યો છે પરંતુ જો એ જ શક્તિ આવા નશાના રવાડે ચડીને બરબાદ થઈ જાય છે આજના દિવસે સહુએ પ્રતિજ્ઞા લેવાની છે કે આપણે સૌ નશામુક્ત રહીએ.
કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એમ.આર પટેલે આ પ્રસંગે યુવાનોને નશો નહીં કરવાની સમજ આપતા નશાના દુષ્પરિણામો અંગેની જાણકારી આપી હતી આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિને વિદ્યાર્થીઓમાં સજાગતા કેળવાય તે માટે અનેક દ્રષ્ટાંતો વડે એના જોખમો અંગે સમજ આપી હતી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ એ પણ પોતાનો યોગ્ય પ્રતિભાવ આપી નશો કેટલો જીવલેણ સાબિત થાય છે તે અંગે વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી.*