Western Times News

Gujarati News

ગુજરાતી વેબ સીરીઝ ”રંગ તારો ઇશ્ક નો”ના સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યાં

પોતાના વતન માટે કંઈક સારું કરવું છે એવી ભાવના, ગુજરાતની ટેલેન્ટને તક આપીને આગળ વધારવા ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જય માલવિયા અમેરિકા છોડીને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. અહીંયા તેને એસ2જે (S2J) એન્ટરટેઈનમેન્ટ કંપનની શરુઆત લોન્ચ કરી, આ કંપની હેઠળ તે ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મો,વેબ સીરીઝ, સોંગ્ઝ આલ્બમ બનાવીને મોટા પ્લેટફોર્મ પર રીલીઝ કરે છે. અપકમિંગ ગુજરાતી વેબ સીરીઝ રંગ તારો ઇશ્ક નોના સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યાં.

જેમાં જય માલવિયા (ફિલ્મમેકર, પ્રોડ્યુસર, એસ2જે ફિલ્મ્સના ફાઉન્ડર), દેવ રાવલ (ડાયરેક્ટર, એક્ટર), શિવાની જોશી (એક્ટ્રેસ) અને અલ્ફૈઝ ખાન(એક્ટર), એલબીએનઓ એન્ડ રાજા (સિંગર્સ), તન્મય સોમાણી (ડીઓપી) અને અક્ષય મારુ (કો-ડાયરેક્ટર) ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતની ટેલેન્ટને લોકલ ટુ ગ્લોબલ બનાવવા જય માલવિયાની ખાસ પહેલ.

અમેરિકામાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ધમધમતી કારકિર્દી હોવા છતાં પોતાના વતન ગુજરાતમાં પાછા આવીને ગુજરાતની ટેલેન્ટને આગળ ધપાવવા જય માલવિયા તેમના કુટુંબની સાથે અમદાવાદમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ જણાવે છે કે, ‘યુએસએમાં લગભગ 331 મિલિયનની વસતી છે અને ઈન્ડિયામાં 1.4 બિલિયનની વસતી છે, જે ચારઘણી વધારે છે.

તો યુએસની ઓછી વસતીમાં પણ જો આટલા બધા સ્ટાર્સ મળી જતા હોય તો એ વિચારો કે ઇન્ડિયાની આટલી મોટી વસતીમાં કેટલી બધી છુપાયેલી ટેલેન્ટ હશે. એ ટેલેન્ટને શોધીને તેમનાં સપનાં પૂરા કરવાં, એક સ્ટાર બનવા માટે ચાન્સ આપવો છે. ડેબ્યુ ફિલ્મ ‘કમીનાપન્તી, એમેઝોનની સીરિઝ, મ્યુઝિક સિંગલ વગેરે પ્રોડક્શનમાં છે. સોંગ્ઝમાં રાજા ધ્વારા લગતી હે હોટ નમ્બર, એલબીનો નુ બન જા તું, મુલાકાત વગેરે તૈયાર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.