ડ્રાઈવિંગ લાયસન્સ માટે આધાર કાર્ડ પુરાવા તરીકે ન સ્વીકારાતા વાહનચાલકો નિરાશ
(પ્રતિનિધિ ) અમદાવાદ, દેશમાં જ્યારે આધારકાર્ડને વ્યક્તિના ઓળખનો દસ્તાવેજી પુરાવો ગણવામાં આવે છે અને દરેક સરકારી ઓફિસોમાં ‘આધાર કાર્ડ’ને દસ્તાવેજી પુરાવા તરીકે માન્ય પણ રાખવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદમાં આવેલ રીજીયન ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓ ‘આધાર કાર્ડ’ને દસ્તાવેજી પુરાવા તરીકે ગણવા માટે ઈન્કાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. અને તે કારણે વાહનચાલકો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
વાહનચાલકો ડ્રાઈવિંગ લાયસન્સ માટે જ્યારે અરજી કરે છે, દસ્તવોજી પુરાવા તરીકે આધાર કાર્ડની ટ્રૃ કોપી જાડે છે, પરંંતુ આરટીઓના અધિકારીઓ અરજી સ્વીકારવાનો ધરાર ઈન્કાર કરતાં હોય છે. અને અરજદારોને વિલે મોંઢે પાછા ફરવુ પડે છે.
લાયસન્સ મેળવવા માટેની પ્રથા અનુસાર અરજદારે તેમના દસ્તાવેજી પુરાવાઓ ઓનલાઈન પર અપલોડ કરવાના હોય છે.
ત્યારબાદ આરટીઓ કાર્યાલયમાં રૂબરૂ જઈ દસ્તાવેજી પુરાવાઓની હાર્ડકોપી સુપ્રત કરવાની હોય છે. અધિકારીઓ અરજદારની આપેલ ઓનલાઈન અરજી તથા દસ્તાવેજી પુરાવાઓની હાર્ડ કોપી તપાસે છે. અને પછી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે મંજુરી આપવામાં આવતી હોય છે.
આરટીઓની વેબસાઈટ જે ઓપરેટ કરવામાં આવે છે તે દરેક રાજ્યો માટે એક જ હોય છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે દસ્તાવેજી પુરાવા તરીકે વિકલ્પ તરીકે આધાર કાર્ડની કોપી જાડી શકાય છે. જે સરનામાની સાબિતી પણ આપે છે. તેમ છતાં પણ અમદાવાદ આરટીઓના અધિકારીઓ આધાર કાર્ડને દસ્તાવેજી પુરાવા તરીકે ગણવા તૈયાર નહોવાથી તેમના જડ વલણને કારણે સેંકડો અરજદારોને આઘાત લાગ્યો છે.
આ સંદર્ભે આરટીઓના ઉચ્ચ અધિકારી એસ.પી.મુનિયા જણાવે છે કે આધાર કાર્ડ સ્વીકારવાની ના નથી. પરંતુ વધારાના પુરાવા તરીકે અરજદાર અરજી સાથે મુકી શકે છે. અપવાદ રૂપ કિસ્સાઓ કે જ્યાં અરજદાર પાસે રહેઠાણનો કોઈ બીજા પુરાવો ન હોય એવા સંજાગોમાં આધારકાર્ડ સાથેની અરજીઓ સ્વીકારવામાં પણ આવતી હોય છે. તેમણે જણાવ્યુ હતુ કે અન્ય પુરાવાઓ પણ રહેઠાણના પુરાવા તરીકે મુકવામાં આવે તો અરજી સ્વીકારવામાં આવે તે માટે સ્પષ્ટતા કરવા રાજ્ય સરકારને પૂછવામાં આવ્યુ છે.