ગ્રાંડ ભગવતીના ટેક્ષના બાકી લેણાં વસુલવા ૬ બેંક ખાતા ફ્રીઝ કર્યા
સરકારી તિજાેરીમાં ટેક્ષ જમા ન કરાવતા હોટેલ પર કામચલાઉ ટાંચ- સર્વિસ ટેક્ષના બાકી રૂ.ર.પ કરોડ જમા કરાવે તો જ ટાંચ ઉઠાવી લેવાશે
(એજન્સી) અમદાવાદ, સેન્ટ્રલ જીએસટી વિભાગે, રૂ.ર.પ કરોડની સર્વિસ ટેક્ષની રકમ સરકારી તિજારીમાં જમા ન કરાવવા બદલ શહેરના એસ જી હાઈવે પર આવેલ ગ્રાઉન્ડ ભગવતીની મિલકતો પર ટાંંચ લગાવી છે. અને ૬ જેટલા બેંક ખાતા ફ્રીઝ કરાયા છે. ગ્રાંડ ભગવતીના માલિક નરેન્દ્ર સોમાણીએ રૂ.ર.પ કરોડની બાકી રકમ હપ્તેથી ચુકવવા માટે પણ વિનંતી કરી છે.
ઉપરાંત એક્સાઈઝ અને સર્વિસ ટેક્ષ રદ થયો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા જૂના અને પેન્ડીંગ કેસોનો નિકાલ કરી શકાય તે માટે એમ્નેસ્ટ્રી સ્કીમની બજેટમાં જાહેરાત કરી હોવાથી તેનો અમલ થાય ત્યારે આ સ્કીમનો લાભ લેવા માટે પણ નરેન્દ્ર સોમાણીએ ઈચ્છા વ્યક્ત કરી છે. સર્વિસ્ ટેક્ષ જમા કરાવી દે તો આ ટાંચ ઉઠાવી લેવાશે. સર્વિસ્ ટેક્ષની રૂ.ર.પ કરોડની બાકી રકમની સરખામણીએ ગ્રાંડ ભગવતી હોટેલની કિંમત વધુ હોવાથી નરેન્દ્ર સોમાણી, ફક્ત રૂ.૩ કરોડની અન્ય મિલકત દર્શાવીને ગ્રાંટ ભગવતી પરની કામચલાઉ ટાંચ તે મિલકત પર શિફટ કરાવી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગ્રાંડ ભગવતી દ્વારા ર૦૧૬-૧૭ના વર્ષમાં કસ્ટમર પાસેથી સર્વિસ્ ટેક્ષ વસુલ્યા બાદ તે રકમ સરકારી તિજારીમાં પૂરેપૂરી રકમ જમા કરાવી નહોતી. આ પ્રકારે સર્વિસ્ ટેક્ષ વસુલ્યા પછી અંદાજે રૂ.૪ કરોડ જેટલી રકમનો સર્વિસ ટેક્ષ સરકારમાં જમા કરાવ્યા હતા. આ હોટેલનું સર્વિસ ટેક્ષ અંગેનું રીટર્ન ફાઈલ કર્યુ તેમાં રૂ.ર.પ કરોડના ટેક્ષની બાકી રકમ તરીકેની જવાબદારી દર્શાવાઈ હતી. પંરતુ જમા કરાવી નહોતી.
આમ, લગભગ ૧પ મહિના પહેલાંના સર્વિસ્ ટેક્ષના બાકી લેણા નહીં ભરવાને કારણે સીજીએસટી દ્વારા ગ્રાંડ ભગવતીની મિલકતો પર કામચલાઉ ટાંચ લગાવી છે. જા કે ટીજીબીના ટેક અવે સર્વિસ અને હોટેલ વ્યવસાયને ધ્યાનમાં લઈને ગ્રાંડ ભગવતની રોજીંદી કામગીરી અને સર્વિસીસ પર કોઈ પ્રકારે માઠી અસર ન થાય એ રીતે કામગીરી જાળવવાની છૂટ અપાઈ છે. સીજીએસટી દ્વારા ૬ જેટલા બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાયા છે.