“સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રના આધારે આ સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે”: નીતિનભાઇ પટેલ
(માહિતી બ્યુરો)પાલનપુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યુંી હતું. આ પ્રસંગે નાયબ મુખ્યનમંત્રીએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સૌનો સાથ….. સૌનો વિકાસ…..સૂત્રના આધારે અમારી સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે આ સરકાર જે કહે છે તે કરી બતાવે છે. નાયબ મુખ્યપમંત્રીએ જણાવ્યું કે સર્વાંગી વિકાસ સાથે પ્રજાની સુવિધા અને સુખાકારી વધારવા અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પુબધ્ધે છે.
નાયબ મુખ્યેમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુંપ કે, રાજયના યાત્રાધામોના રસ્તાસઓને ચારમાર્ગીય કરવા વર્ષ-૨૦૧૫-૧૬ના વિધાનસભા બજેટમાં રજુ કરી જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર અંબાજી યાત્રાધામને જોડતા રસ્તાાઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ-આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી રસ્તાચઓ પૈકી દાંતાથી અંબાજી સિવાયના તમામ રસ્તાાઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. વન વિભાગ તરફથી જરૂરી મંજુરીઓ સત્વમરે આપી દેવા બદલ નાયબ મુખ્યનમંત્રીએ વન વિભાગનો પણ આભાર માન્યો હતો. નાયબ મુખ્યદમંત્રીએ કહ્યું કે ફોરલેન રસ્તાાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળશે તે સાથે આ વિસ્તા?રના લોકોને ફોરલેન રસ્તા ઓ બહુ ઉપયોગ નિવડશે અને આ વિસ્તાધરની વિકાસકૂચ ઝડપી બનશે.
નાયબ મુખ્યેમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુંર કે મુખ્યપમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વઅમાં રાજયની વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. અંબાજી હોસ્પીુટલને કાર્યરત કરી દેવામાં આવી છે તેમજ પુરતા પ્રમાણમાં ડોકટરો સહિત સ્ટાનફ મુકવામાં આવ્યોઅ છે. તેમણે ઉમેર્યુ કે, આજે વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાોને સંખ્યાતબંધ વિકાસકામોની ભેટ મળી છે.
નાયબ મુખ્યકમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુંા કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્ધિામાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા તહેવારોની ઉજવણી પ્રસંગે માસ્કે પહેરવા તથા સોશ્યલ ડિસ્ટનન્સ. જાળવવા તેમણે પ્રજાને અનુરોધ કર્યો છે. પ્રારંભમાં દાંતા મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તેક માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના કામોનું લોકાર્પણ કરાયું હતું.
જેમાં દાંતાથી પાલનપુરનો ફોરલેન રસ્તો, દાંતાથી આંબાઘાટ ફોરલેન રસ્તાનું લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતુ. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે હિંમતનગર- ખેરોજ- અંબાજી ફોરલેન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દાંતાથી અંબાજી ફોરલેન રસ્તાકની ચાલતી કામગીરીનું ત્રિશુળીયા ઘાટ પર નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. અંબાજી મુકામે વિકાસકામોના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.