માલપુર ICDS દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ સપ્તાહની 1 થી 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલ કોરોના મહામારી ચાલે છે ત્યારે આવી મહામારી માં ધાત્રી બહેનો નાના બાળકો ને સ્તન પાન કરાવે એ બાબતે જાગૃતિ લાવવા માટે માલપુર આઇસીડીએસ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી તારીખ 1 થી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી જેમાં તાલુકા ની તમામ આંગણવાડીઓ માં ધાત્રી માતા ઓને સ્તનપાન નું મહત્વ સમજાવવા માં આવ્યું અને બાળક ને પ્રથમ છ માસ દરમિયાં ફક્ત અને ફક્ત માતા નું જ દૂધ પીવડાવવું એ બાબતે માલપુર ના સીડીપીઓ સાકર બેન ડામોર દ્વારા અલગ અલગ આંગણવાડી કેન્દ્રો પર જઇ સોસીયલ ડિસ્ટન્સ જાળવી માતાઓ ને સવિસ્તાર સમજાવવા માં આવ્યું હતું
તેમજ અમુક કેન્દ્રો પર વિડિઓ કોલિંગ ના માધ્યમ થી માતાઓ ને સમજાવવામાં આવી હતી સાથે સાથે માતા જેમ નાના બાળકો નો ઉછેર કરે એમ ફડાઉ રોપા અને ટ્રીગાર્ડ આપી ને છોડ ને ઉછેરવા ની પણ સમજ આપી હતી ખાસ શેતુર સરગવો અને જામ્બુ ના રોપા આપવા માં આવ્યા હતા કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ માં.પણ વધારો થઈ શકે મુખ્યસેવીકા બહેનો દ્વારા સ્તનપાન ના ફાયદા અને ગેર ફાયદા અંગે પણ સમજ આપવા માં.આવી હતી આમ માલપુર તાલુકા માં 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી ખૂબ ઉત્સાહ થી કરવા માં આવી હતી