સંજેલી તાલુકામાં વૃક્ષારોપણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ઉચ્ચકપાઇ ધામ ખાતે ૧૦૧ વૃક્ષ રોપી વાંસીયા બસ સ્ટેશન પર જોહરચોકનું અનાવરણ કરવા આવ્યું.
પ્રતિનિધિ સંજેલી:ફારૂક પટેલ : સંજેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની વૃક્ષ રોપી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચકપાઇ ધામ ખાતે ૧૦૧ વૃક્ષો રોપી વાસિયા બસ સ્ટેશન પર જય જોહાર ચોકનું અનાવરણ કરવામાં આવ્યું.
સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી વેશભૂષા ધારણ કરી ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.પરંતુ કારોના વાયરસની વૈશ્વિક મહા મારીને લઈને ૯ મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સંજેલી આદિવાસી પરિવાર દ્વારા ગુરુગોવિંદ મહારાજ ચોકમાં વૃક્ષો સાથે પહોંચી પૂજા અર્ચના કરી હતી.
જે બાદ તાલુકામાં આવેલા વિવિધ જાહેર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પુલવામાં શહીદ થયેલા ૪૨ શહીદોની યાદમાં આદિવાસી પરિવાર દ્વારા પાળીયુ ભનાવવામાં આવ્યું હતું.તે વેરાન ડુંગર ઉચ્ચકપાઇ ધામ ને હરિયાળું અને લીલુંછમ બનાવવા ૧૦૧વૃક્ષોનું રોપણ કરી વાસિયા ખાતે બસ સ્ટેશનના ચાર રસ્તા પર જય જોહાર ચોકનું અનાવરણ કરવામા આવ્યું હતું.