સંજેલીમાં વેપારી મંડળ ના બંધના એલાન ને સારો પ્રતિસાદ
પ્રતિનિધિ સંજેલી : ફારૂક પટેલ : કોરોના નામક બીમારી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે સંજેલીમાં એક સપ્તાહમાં સરપંચ ના ત્રણ પુત્ર સહિત સાત કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
સંજેલી તાલુકામાં પોઝિટિવ કેસ મા વધારો થઈ રહ્યો છે.ત્યારે સંજેલી સરપંચ અને તેના બે પુત્ર અને એક પુત્રી સહિત એક સપ્તાહમાં સાત પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.વધુ ફેલાવો ન થાય તેને ધ્યાને લઇ વેપારી સોશિયલ અને આગેવાનો દ્વારા સંજેલી મા 15 ઓગસ્ટ સુધી સોમવાર થી ગુરુવાર સુધી બપોરના બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું તેમજ શુક્રવાર રવિવાર બે દિવસ સદંતર બંધ રાખવાનુ એલાન કરવામાં આવ્યું હતું
ત્યારે સંજેલીમાં સોમવારના પ્રથમ દિવસે વેપારીઓ સ્વેચ્છિક બંધ રાખી સંજેલીના વેપારીઓ તેઓના નિર્ણયને સમર્થન આપી બપોરના ૨ વાગ્યા પછી સજ્જડ બંધ કરી નિર્ણય આવકાર્યો હતો નગરમાં સંપૂર્ણ દુકાનો બંધ રાખી કોરોના સંક્રમણને ખાળવા એકજુથ થયા હતા.ત્યારે લોકોને લોક ડાઉન યાદ આવી ગયું હતું.