Western Times News

Gujarati News

કલર્સની બિગ બોસ સિઝન ૧૪ ટીઝર રિલિઝ કરાયું

https://youtu.be/kw3Lyw6voCs

મુંબઈ, ટીવીનાં સૌથી ચર્ચીત રિયાલિટી શો બિગ બોસ અને સલમાન ખાનનાં ફેન્સ માટે સારા સમાચાર છે. જે લોકો બિગ બોસની ૧૪મી સિઝનનો ઇન્તેઝાર કરી રહ્યાં છે તો આપ સૌ જાણી લો કે, રિયાલિટી શો બિગ બોસની નવી સીઝન ટૂંક સમયમાં જ આવશે. હાલમાં જ ચેનલ તરફથી બિગ બોસ ૧૪નું પહેલું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. બોલિવૂડનાં ભાઇજાન એટલે કે સલમાન ખાન જ ૧૪મી સીઝન હોસ્ટ કરવાનાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોમાં સલમાનનો વિક એન્ડ કા વાર જોવા મળશે. બિગ બોસની આ સિઝન બિગબોસ ૨૦૨૦નાં નામે ઓળખાશે. આ પહેલાં તમામ સીઝનમાં તેનાં સીઝનની ગણતરી શોનાં નામની આગળ જોડવામાં આવી હતી. કલર્સ ચેનલ તરફથી હાલમાં જ શોનું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સલમાન ખેતરમાં પાવડો ચલાવે છે, ડાંગર વાવે છે અને ટ્રેક્ટરથી ખેતર ખેડે છે.

ટીઝર જોઇ આફ પણ અંદાજ લગાવી શકશો કે બિગ બોસનું આ ટીઝર સલમાનનાં પનવેલવાળા ફાર્મહાઉસ પર શૂટ કરવામાં આવ્યું છે. વીડિયોમાં વાત કરતાં સલમાન ખાન કહે છે કે, લોકડાઉન લાવ્યું નોર્મલ લાઇફમાં સ્પીડ બ્રેકર એટલે ઉગાડુ છુ ડાંગર અને ચલાવું છુ ટ્રેક્ટર પણ હવે સીન પલટશે શોનાં ટાઇટલને લઇને જાત જાતની ચર્ચાઓ થઇ રહી હતી. બિગ બોસની આ નવી સિઝનને બિગ બોસ ૧૪ની જગ્યાએ બિગ બોસ ૨૦૨૦ નામ આપવામાં આવ્યું છે. રિપર્ટ્‌સ મુજબ, બિગ બોસ ૧૪નો ગ્રાન્ડ પ્રીમિયર ૨૭ સપ્ટેમ્બરે થશે. શૂટિંગ તેનાં ઓનએર થવાનાં બે દિવસ પહેલાં એટલે કે ૨૫ અને ૨૬નાં થશે. ૨૬ સપ્ટેમ્બરે સ્પર્ધકો બિગ બોસનાં ઘરમાં એન્ટ્રી લેશે. આ શો ટીવી પર ૨૭ સ્પટેમ્બરનાં ઓનએર થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.