Western Times News

Gujarati News

આતંકી હુમલા માટે હવે મહિલા આતંકીઓની ભરતી થઇ રહી છે

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મહિલા ઓવરગ્રાઉન્ડની ભરતી કરી રહી છે.જેથી કરીને સાથી આતંકીઓને સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચાવી શકાય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનથી કાશ્મીરમાં આવતા આતંકી ફંડ પર લગામ લગાવ્યા બાદથી આઇએસઆઇએ હવે આતંકીઓને ફંડિગ કરવા માટે ટિફિન પ્લાન બનાવ્યો છે.

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકી ફંડિગની આવી જ એક કોશિશમાં ડોડોના રહીશ યુવકની ધરપકડ કરી હતી જે આતંકી ગ્રુપ લશ્કર એ તોઇબાના આતંકીઓને ટિફિન બોકસ દ્વારા પૈસા પહોંચાડતો હતોૅ પોલીસે ટિફિન બોકસમાંથી દોઢ લાખ રૂપિયા જપ્ત કરીને આતંકીઓની મોટી કોશિશ નિષ્ફળ કરી હતી.

સુરક્ષા એજન્સીઓ સાથે જાેડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર આઇએસઆઇ સુરક્ષા એજન્સીઓની નજરથી આતંકીઓને બચાવવા માટે મહિલા ઓજીડબ્લ્યુનો સહારો લઇ રહી છે મહિલા ઓજીડબ્લ્યુ આતંકીઓના ગ્રુપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે ગ્રુપમાં મહિલા સભ્ય હોવાને કારણે અનેકવાર આતંકીઓ સુરક્ષા એજન્સીઓને ચકમો આપવામાં સફળ થઇ જાય છે મળતી માહિતી અનુસાર કેટલાક કિસ્સાઓમાં જાેવા મળ્યુ છે કે મહિલા ઓજીડબ્લ્યુ લાઇન ઓફ કંટ્રોલથી કાશ્મીરમાં ધુષણખોરી કરવામાં સફળ થયેલા આતંકીઓની મદદ પણ કરે છે.

સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ આઇએસઆઇએ આતંકીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ મોબાઇલના ઉપયોગથી બચે અને કોડ વર્ડ દ્વારા જ અન્ય આતંકી કે તેના કમાન્ડ સાથે વાત કરે એટલું જ નહીં આતંકીઓને લો પ્રોફાઇલ રહેવાનું પણ કહેવાયું છે જેનાથી તેમના વિશેની ગુપ્ત માહિતી સરળતાથી ભેગી કરી શકાય નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષા દળો પર હુમલા માટે બોર્ડર એકશન ટીમને પણ સક્રિય કરી છે જેનાથી જાેખમ વધ્યું છે એલઓસી નજીકના વિસ્તારોમાં આતંકીઓના અનેક ગ્રુપપાકિસ્તાની સેનાના કેમ્પોમાં પણ જાેવા મળ્યા છે. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.