ઓડીશાથી અમદાવાદ આવતા ૬ મજુરો કોરોનાગ્રસ્તઃ ૧૧૯ને ક્વાર્ટર્સ મોકલાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓડીશાની બસ મારફતે લવાઈ રહેલા ૧૧૯ મજુરોનું અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા ૬ મજુરોના કોરોના ટેસ્ટીંગ પોઝીટીવ આવ્યા હતા. જેથી આ ૬ મજુરોને બહેરામપુરા વોર્ડમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને બાકીના ૧૧૩ મજુરોને ગાંધીનગરના પ્રતાપપુરાના લેબર ક્વાર્ટર્સમાં લઈ જવામાં આવ્યા હતા.
આ તમામ મજુરો કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ હેઠળના ડેડીકેટેડ ફેટ કોરિડોર કોર્પોરેશન લીમીટેડના બાંધકામ સાથે સકળાયેલ કામગીરી કરતી હરહર કન્સ્ટ્રકશનના મજુરો છે.