પાકિસ્તાન અફધાનિસ્તાન સરહદ પર વિસ્ફોટ પાંચના મોત
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ચમન શહેરમાં આજે એક ઇમારત પાસે ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત અને અન્ય ૧૦ લોકોને ઇજા થઇ હતી આ અંગેની માહિતી પોલીસે આપી હતી આ શહેર અફધાનિસ્તાન સરહદ પાસે આવેલું હતું જાે કે હજુ સુધી આ વિસ્ફોટ પાછળનું કારણ અકબંધ છે સાથે જ કોઇ વ્યક્તિ કે સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આઇઇડીને શહેરના માલ રોડ વિસ્તારમાં એક મોટરસાયકલ પર લગાડવામાં આવ્યો હતો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પાસે આવેલ એક મિકેનિકની દુકાન આંગ લાગવાના કારણે નષ્ટ થઇ ગઇ હતી વિસ્ફોટ બાદ વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો અને ઇજા પામેલાઓને હોસ્પિટલમાં ખસેડયા હતાં. વડાપ્રધાન ઇમરાન ખાને ચમન વિસ્ફોટની ટીકા કરી હતી અને દુર્ધટનામાં ધાયલ થયેલા લોકોની જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી એ યાદ રહે કે તાજેકરના મહિનામાં બલુચિસ્તાનમાં હુમલામાં વધારો થયો છે ૨૧ જુલાઇએ તુર્જબ બજારમાં વિસ્ફોટ થયો હતો.SSS