ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની તબિયત અચાનક લથડી
આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં સ્થાનિક અધિકારીઓએ મેડિકલ ટીમને બોલાવી અને તેમનો કોરોના તપાસ કરાવવામાં આવ્યો. એ યાદ રહે કે સર્કિટ હાઉસમાં કોવિડ ૧૯ની બેઠક ચાલી રહી હતી દિનેશ શર્માની અધ્યક્ષતામાં આ બેઠલ ચાલી રહી હતી ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી આથી ડોકટરોની ટીમે તાકિદે તેમની તપાસ કરી હતી હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ્ય છે અને તબિયત ઠીક થતાં તેઓ મથુરા જવા રવાના થયા હતાં.SSS