ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવાનોૅ નિર્ણય
અમદાવાદ, કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇને તનાવમાં છે તેને લઇને સમાજમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના ધટનાઓ પણ સામે આવી રહી છે તો બીજીબાજુ યુનિવર્સિટીની પરીક્ષા પણ એક મોટો મુદ્દો બનીને સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની ૨૧ અને ૩૧ ઓગષ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે ગુજરાત યુનિવર્સિટી હવે ૩૧ ઓગષ્ટ બાદ ઓફલાઇન પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ઓનલાઇન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્લિટી દ્વારા યોજવામાં આવશે હવે ઓફલાઇન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે ઓનલાઇન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે હવે ઓફ લાઇન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેશે વિદ્યાર્થી ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષા આપવા અંગે પોતે પસંગદી કરી શકશે કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે.