જાંબુઘોડામાં ૪ ઈંચ વરસાદથી મકાન ધરાશાયી થતા ૩ના મોત
ગાંધીનગર, ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં ૬ ઇંચ વરસાદ વરસ્યો છે.
તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના આઠ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે જયારે રાજ્યના ૨૧ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ,રાજ્યના ૪૮ તાલુકામાં ૨ ઇંચ કરતા વધારે,રાજ્યના ૭૮ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે.
પંચમહાલના જાંબુઘોડાના કણજીપાણી ગામે મકાન ધરાશાયી થતા ૩ ના મોત નિપજ્યા છે. રાત્રિ દરમિયાનમાં ધોધમાર વરસાદના પગલે કાચું મકાન ધરાશયી થતા ૪ લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. ત્યારે એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્યું છે. પરિવારના એક સભ્યનો જ આબાદ બચાવ થયો છે. ૭૦ વર્ષીય વૃદ્ધા, ૪૦ વર્ષીય પુરુષ અને ૫ વર્ષનું બાળક ઘટનાનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જાંબુઘોડામાં ગત રાત્રિ દરમ્યાન ૩.૭૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
પાટણ અને આણંદમાં વરસ્યો ૪-૪ ઈંચ વરસાદ,પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડામાં ૪-૪ ઈંચ વરસાદ,છોટાઉદેપુરના પાવી જેતપુર, અરવલ્લીના ધનસુરામાં ૪ ઈંચ,બનાસકાંઠાના વડગામ, છોટાઉદેપુરના બોડેલીમાં ૩.૫ ઈંચ,પંચમહાલના હાલોલ, પાટણના સિદ્ધપુરમાં ૩.૫ ઈંચ વરસાદ,સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુરમાં ૩-૩ ઈંચ વરસાદ,આણંદના બોરસદ, ખેડાના વાસોમાં ૩-૩ ઈંચ વરસાદ,આણંદના પેટલાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં ૩-૩ ઈંચ વરસાદ,મહેસાણાના ઊંઝા અને પાલનપુરમાં અઢી-અઢી ઈંચ વરસાદ,પંચમહાલના મોરવાહડફ, સુરતના ઉમરપાડામાં ૨.૫ વરસાદ થયો છે.