Western Times News

Gujarati News

અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ: સ્થિતિ કાબુમાં

વોશિંગટન, વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આ વાતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની સૂચના મળી છે. જોકે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં ફાયરિંગ કરનારા શખ્સને કાબૂમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એવી જાણકારી મળી રહી છે કે ફાયરિંગ કરનારા શખ્સને ગોળી વાગી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે ટ્રમ્પે સિક્રેટ સર્વિસના અધિકારીઓની કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો છે.

જાણકારી મુજબ, અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટનાની જાણકારી મળ્યા ખુદ ટ્રમ્પે આપી છે. કહેવાય છે કે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ ્રપ્રમુખનું બ્રીફિંગ પણ પ્રભાવિત થયું છે. તેઓ થોડા સમય માટે પોડિયમ પરથી ઉતરવા માટે કહ્યું હતું. જોકે, જલદી જ ઈન્ટેલિજન્સ સેવા સાથે જોડાયેલાઅધિકારીઓએ કાર્યવાહી કરીને આરોપીને ગોળી મારી દીધી. તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે. ટ્રમ્પે આ અંગે માહિતી આપી છે.

ફાયરિંગની ઘટનાની પુષ્ટી યુએસ સીક્રેટ સર્વિસ દ્વારા કરવામાં આવી છે. તેમણે ટ્‌વીટમાં જણાવ્યું કે ૧૭મી સ્ટ્રીટ અને પેન્સિલ્વેનિયા એવેન્યુમાં થયેલા શૂટિંગમાં એક અધિકારીની સંડોવણી હતી. જ્યારે ફાયરિંગની ઘટના બાદ સીક્રેટ સર્વિસની તાત્કાલિક કાર્યવાહી કરવા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો. ટ્રમ્પે કહ્યું, એજન્સીએ તાત્કાલિક અને પ્રભાવશાળી કાર્યવાહી કરી છે. એક શખ્સને હોસ્પિટલ લવાયો છે.

અમેરિકામાં કોરોના સંકટને લઈને ટ્રમ્પે કહ્યું કે અમે લગભગ ૬૫ મિલિયન લોકોનું પરિક્ષણ કર્યું છે અને કોઈ પણ દેશ એ સંખ્યાની નજીક નથી પહોંચ્યો. ૧૧ મિલિયન ટેસ્ટ સાથે ભારત બીજા નંબર પર હશે. મને વિશ્વાસ છે કે કોરોનાની સામે લડાઈમાં આ વર્ષના અંત સુધીમાં આપણી પાસે તેની વેક્સીન જરુર હશે. કર્યું તેનાથી અમે તેનાથી નારાજ છીએ.

ચીન સારું નથી. જો અમે ચૂંટણી જીતીએ છીએ તો પ્રામાણીકતા સાથે કહીએ છીએ કે ઈરાન અમારી સાથે એક સોદો કરશે. મને નથી લાગતું કે અમે ચીન સાથે કોઈ સમજૂતી કરવા માગીએ છીએ. ટ્રમ્પે કહ્યું કે, ચીને જે કર્યું તેનાથી અમે તેનાથી નારાજ છીએ. ચીન સારું નથી. જો અમે ચૂંટણી જીતીએ છીએ તો પ્રામાણીકતા સાથે કહીએ છીએ કે ઈરાન અમારી સાથે એક સોદો કરશે. મને નથી લાગતું કે અમે ચીન સાથે કોઈ સમજૂતી કરવા માગીએ છીએ.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.