Western Times News

Gujarati News

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ગૌ ચિંતન

ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ગાય નાં દુધ-દહીં-ઘી આરોગેલા, કૃષ્ણની મેઘાવી શકિતની જરા કલ્પના કરીએ. ગાયને ચારવા જવાથી માંડી સંપૂર્ણ ગેોસેવા કરનારા કૃષ્ણનાં પરાક્રમ, શોર્ય, શકિતને આપણે શ્રી કૃષ્ણ સિરિયલમાં ભલી ભાંતી જોવાનો વર્તમાનમાં લ્હાવો મળી રહયો છે. સ્વસ્થ, તંદુરસ્ત શારીરિક સૌષ્ઠવ ગેો માતાના સાનિધ્ય અને સહવાસથી પૂર્ણ રીતે શકય છે.

તો તેના પંચગવ્યનાં ઉપયોગથી આપણા, ઋષિ-મુનિ-તપસ્વી-યોગી-સાધુ-સંતો ની આધ્યાત્મિક ઊર્જાના આપણે દર્શન કરી રહયા છીએ. વર્તમાન બીમારીઓને નાથવા અમોઘ બાણ તરીકે પંચગવ્ય ની ઉપયોગિતા એ નિશ્ચિત સાબિત થઈ ચૂકી છે. આધિ-વ્યાધિ-ઉપાધિનાં નિવારણ અર્થે ગેો મહાત્મય સમજવાની આવશ્યકતા છે.

આર્થિક, સામાજીક, ઉત્કર્ષ, પર્યાવરણ રક્ષા, અને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ગાયની શાસ્ત્રો-પુરાણોમાં વર્ણવિત મહતા વર્તમાન વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે. અનેક દેશોનાં વૈજ્ઞાનિકોનાં સંશોધનોએ ગાયનાં પંચગવ્ય, ગાયના અને તેજો વલયની શારીરિક, માનસિક, પર્યાવરણીય રક્ષા અર્થે ન કેવલ પુષ્ટિ આપી છે, પરંતુ માનવ-પશુ-વનસ્પતિ, સૃષ્ટિના સંતુલિત કલ્યાણ અર્થે ઉપયોગ માટે વ્યવસાયિકરૂપે સ્વીકારી આગળ વધી રહયા છે.

આવો, આપણે સેો આજનાં મંગલ પાવન-કલ્યાણકારી દિને શ્રી કૃષ્ણની ગેોભકિત-ગેોવંશને સાચા અર્થમાં સમજીએ-ગેોસેવાનું વ્રત લઈએ. ગેોસેવાનો સંકલ્પ કરીએ. ફકત નારાબાજી-સૂત્રોથી નહી પણ વ્યવહારીક રીતે જીવનકાર્યમાં અજમાવીએ.

થોડા સૂચનો આ મૂજબ છે.

(૧) ગાયનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વ સમજીએ અને સમજાવીએ.
(ર) ગાયનું આર્થિક, સામાજીક, પર્યાવરણ રક્ષામાં મહત્વ સમજીએ અને સમજાવીએ.
(૩) શકય હોય તો ઘર આંગણે, વાડી, ફેકટરી, ઓફીસ, ફાર્મહાઉસમાં બે દેશી ગાય બાંધીએ.
(૪) દેશી ગાયનાં જ દૂધ, દહીં, ધી નો ઉપયોગ કરીએ અને બાાળકોને ખાસ સમજાવી બુદ્ધિમતા તેજ કરીએ.
(પ) વ્યકિતગત રીતે યોજવાનું શકય ન હોય તો પ-૧૦ નાં એક ગ્રુપ માં સંયુકત રીતે બે-ચાર ગાયને રાખીએ. એ જ ગાયોનાં દુધનો ઉપયોગ કરીએ. ખર્ચ વહેંચી લઈએ.


(૬) ગેોશાળાની ગાય દતક લઈએ. અવારનવાર દર્શન કરીએ સેવા કરીએ.
(૭) ગેો શાળાની નિયમિત વીઝીટ કરીએ. બાળકોને કરાવીએ. ગાયની મહતા સમજાવીએ.
(૮) ઘરનાં શુભ પ્રસંગને, જન્મોત્સવ, લગ્નતિથિ, ગુરૂ જયંતિ,સંમેલનો વિગેરે ગેોશાળામાં ઉજવીએ ગેો દાન કરીએ. મંગલનિધિ અર્પણ કરીએ.
(૯) ગેો પ્રોડકટસ જેવી કે ગેોમૂત્ર અર્ક, અન્ય પંચગવ્ય દવાઓ, સાબુ, શેમ્પુ, ફીનાઈલ, સેનેટાઈઝર નો ઉપયોગ કરીએ.
(૧૦) ગાનાં ગોબરમાંથી બનાવેલી દેવ દેવીઓની મૂર્તિઓ, દીવા, કંડા ટેબલપીસ,ધૂપબતી, કેલેન્ડકર, ટાઈલ્સ વગેરે આઈટમોનો ઉપયોગ કરીએ.
(૧૧) ગેો આધારિત સંશોધનોમાં મદદરૂપ થઈએ.
(૧ર) ગેો રક્ષાનાં પુણ્યકાર્યમાં સહયોગ કરીએ.
(૧૩) બીમાર ગાયોની સેવા કરીએ તે માટે દાન કરીએ. ગેો સારવાર કેન્દ્રોને મદદરૂપ થઈએ.
(૧૪) મંદિર-મઠ-આશ્રમ સ્થિત ગેો શાળા સ્વાવલંબન બનાવવામાં મદદ કરીએ. તેમને ગેો પ્રોડકટ માટેનાં સાધનોની ખરીદીમાં મદદ કરીએ.

(૧પ) મહિલા-યુવાનોને ગેો આધારિત પ્રોડકટસ બનાવવાની તાલીમ આપીએ, સહયોગ કરીએ-ગેો સેવા કરતા મંડળોને યોગ્ય માર્ગદર્શન આપીએ.
(૧૬) ગેો સાહિત્ય, લેખ, કાવ્યો, સૂત્રો દ્વારા ગેોસેવાનો પ્રચાર-પ્રસાર કરીએ.
(૧૭) ગેો સેવા કરનારા વોરીઅર્સને સન્માનિત કરીએ. તેમને ગેો અર્થાત, પ્રોત્સાહન આપીએ. જૈવિક કૃષિ આઈટમોનો ઉપયોગ કરીએ.
(૧૮) ગોપાલકોનો પૂર્ણ આદર કરીએ. યથાશકિત મદદ કરીએ.
(૧૯) ગેો આધારિત ઉદ્યેોગો સ્થાપિએ. સ્વનિર્ભર બનીએ સ્વાવલંબી બનીએ.
(ર૦) દરેક ગામમાં એક સારો ઘણખૂંટ-સાંઢ સમાવીએ અને તેના વાડા-ફરતી સુવ્યવસ્થા ગોઠવીએ.
(ર૧) નિયમિત ગેોપૂજા કરીએ. ગેો પ્રદક્ષિણા કરીએ. ગેો સ્તવન કરીએ. ગેો આરતી કરીએ.
ગેો સંસ્કૃતિની પુન:સ્થાપના દરેક કાર્યમાં તન-મન-ધન થી સહયોગ કરીએ.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જન્માષ્ટમીનાં મંગલદિને ઉપરોકત શુભ સંકલ્પને સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવી ”યતો ગાય તતો કૃષ્ણ : યતો કૃષ્ણ તતો ધર્મ : , યતો ધર્મ તતો જય:” નાં ઉદધોષને ચરિતાર્થ કરી આપણી જાતને ધન્ય બનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.