ASI માસ્ક પહેર્યા વગર દંડ ઉઘરાવતા જોવા મળ્યા
અમદાવાદ: આજથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં મંગળવારથી હાઇકોર્ટના આદેશનો અમલ કરાવવામાં આવશે. જેના પગલે આજથી જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે,
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
જ્યાં ભાવનગરના વરતેજમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર દંડી રહ્યો છે. માસ્ક અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાનું જણાવ્યું હતું.જે બાદમાં સરકાર તરફથી માસ્ક નહીં પહેરવા બદલ એક હજારનો દંડ લેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. માસ્ક માટે દંડના વધારાના પ્રથમ દિવસ અમદાવાદ શહેરમાં સવારે લોકો માસ્કમાં જ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર લોકો માસ્ક સાથે જ જોવા મળ્યા હતા. લોકોને પૂછવામાં આવ્યું
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો તેના કરતા માસ્ક પહેરવું સારું છે. રાજ્યના અન્ય શહેરમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. કૃષિ ક્ષેત્ર માટે અગત્યની જાહેરાત કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે એક પ્રેસ કાૅન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી.
પ્રેસ કાૅન્ફરન્સ દરમિયાન સવાલ-જવાબ વખતે મુખ્યંત્રીએ આવતીકાલ એટલે કે મંગળવાર ૧૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા માટે એક હજાર રૂપિયા દંડ હતું. એટલે કે માસ્ક ન પહેરવાનો દંડ બે ગણો કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારી રહ્યો છે. આ અંગેનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો. આ પોલીસકર્મી વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ એનબી જાડેજા હોવાનું માલુમ પડ્યું છે.
વાયરલ થયેલા વીડિયો પ્રમાણે એએસઆઈ જાડેજાએ પોતે માસ્ક નથી પહેર્યું પરંતુ તેઓ માસ્ક પહેર્યાં વગર ફરતા અન્ય લોકોને દંડ ફટકારી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું નિયમ બધા સામાન્ય લોકો માટે જ છે? વીડિયો શૂટિંગ વખતે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસને પૂછે છે કે સાહેબ, શું પોલીસને માસ્કનો નિયમ નથી લાગતો ત્યારે તે કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો. વધુ એક વખત આ જ પ્રશ્ન પૂછાયો ત્યારે એએસઆઈ કહે છે કે આ અંગે કલેક્ટર સાહેબને પૂછો.