ભારતને ડિસેમ્બર સુધીમાં કોરોના વેક્સિન મળી જશે
બે મહિનાની અંદર કોરોના વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરી દેવામાં આવશે: સીઈઓ અદાર પૂનાવાલા
નવી દિલ્હી, પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સીન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. તેઓએ જણાવ્યું કે કિંમતને લઈ હજુ કંઈ નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ બે મહિનામાં ફાઇનલ કરી દેવામાં આવશે. પૂનાવાલાએ કહ્યું કે, એ જણાવી દેવામાં આવશે કે એક ડોઝની કિંમત શું રાખવામાં આવશે. અદાર પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, આઈસીએમઆરની સાથે કેટલાક હજાર દર્દીઓ પર ટ્રાયલ થોડાક જ દિવસમાં શરૂ થઈ જશે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, ડિસેમ્બર સુધીમાં કંપની કોરોના વેક્સીન લાૅન્ચ કરી દેશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિડ-૧૯ની વેક્સીન માટે ગાવિ અને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યા છે. જે હેઠળ કોવિડ-૧૯ની વેક્સીનના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતના નિવાસીઓને ૨૨૫ રૂપિયામાં કોરોના મહામારીનું વેક્સીન ઉપલબ્ધ કરાવશે.
જોકે, હજુ પૂનાવાલાએ કહ્યું કે કિંમતનો ખુલાસો બે મહિનામાં કરવામાં આવશે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ પણ કરી રહી છે. હાલમાં કંપનીને ભારતના દવા નિયામકથી આ પરીક્ષણ કરવાની મંજૂરી મળી હતી.
૯૨ દેશોને આપવામાં આવશે વેક્સીન સીરમ ઇન્ટિષ્ટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં તેને કોવિશીલ્ડના નામથી લાૅન્ચ કરશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારત અને અન્ય દેશો માટે નોવોવૈક્સ વેક્સીનના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે.
કંપનીએ કહ્યું છે કે કંપની ગવીના કોવૈક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ હેઠળ દુનિયાના ૯૨ દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવશે. ગવી કાવૈક્સ ફેસિલિટીનું નેતૃત્વ કરે છે, જેની રચના સમગ્ર દુનિયામાં કોરોનાની વેક્સીનને સૌથી વધુ અને નિષ્પક્ષ રીતે પહોંચાડવા માટે કરવામાં આવે છે. SSS
Click link to download full Western Times (Ahmedabad English) epaper pdf