સુરંગી કંપનીના દિવાલ હાદસામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી
દાદરા નગર હવેલીના સાંસદ શ્રી મોહનભાઇ ડેલકર અને તેમની ટીમે સુરંગી ગામના પૂર પીડિતોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જે કંપનીની દિવાલ તૂટી પડી હતી અને જે હાદસો થયો હતો તેમા પાંચ આદિવાસી કામદારોના કરૂણ મૃત્યુ થયા હતા તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આ હાદસામાં મૃત્યુ પામેલા સીંદોની ગામના પરિવારજનોને પણ મળ્યા હતા અને તેઓને સાંત્વના આપી હતી.
સાંસદ શ્રી મોહનભાઇ ડેલકરે આ ગરીબ આદિવાસી પરિવારો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી કંપનીની દિવાલ જ્યાં તૂટી પડી હતી અને અકસ્માતની કરૂણ ઘટના ઘટી તેજ સ્થળેથી ત્યાં ઉપસ્થિત પાંચ આદિવાસી પરિવારોને ઉચિત કાર્યવાહી કરાવી ન્યાય અપાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને આ હાદસાની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે ઘટના કેવી રીતે ઘટી તેની જાણકારી લેવામાં આવશે સાથે – સાથે આ દિવાલનું કામ કોને સોંપવામાં આવ્યું ,જવાબદારી કોની બને છે અને મટીરીયલ કેવું વાપરવાના આવ્યું તે તમામની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવશે.
આ કંપનીમાં જે બાળ મજૂરી કરાવી જે કામ લેવામાં આવ્યું હતું તે એક બાળ મજૂરનું પણ મૃત્યુ થયું હતું તેની તપાસ થશે .અને જે દિવાલ બનાવવામાં આવી તેમાં ધારા ધોરણોનું પાલન ન થયું હોવાનું સંસાદની આ મુલાકાતમાં સ્પષ્ટ જણાતું હતું.આ હાદસામાં જે પાંચ આદિવાસીઓના કરૂણ મોત થયાં હતાં તેમ છતાં જેની જવાબદારી બને છે તે કોન્ટ્રાક્ટરો સંજય રાઉત,સંતોષ માંજરેકર,રાહુલ માંજરેકર અને કંપની સંચાલક નંદલાલ મહેશ્વરી વિરુદ્ધ કરવામાં આવેલ કાનૂની કાર્યવાહી શંકાસ્પદ એટલા માટે જણાઈ રહી છે કે આરોપીઓને એકજ દિવસમાં જમીન મળી ગયાં હતાં.