ભરૂચ નગર પાલિકા દ્વારા પૂરો પાડવામાં આવતો પાણીના પુરવઠામાં જીવાતો નીકળતા સ્થાનિકોમાં રોષ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: લીંબુછાપરી વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો બીમારીને આમંત્રણ આપતો હોવાનો ભય સતાવતા સ્થાનિકો માં રોષ. ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણી નો ભરૂચ નગર પાલિકા દ્વારા અપાતો પાણી નો પુરવઠો પ્રદુષિત તથા જીવાતો નીકળતા લીંબુછાપરી વિસ્તાર ના લોકો માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા શુદ્ધ સ્વચ્છ પાણી પુરવઠો પૂરો પડે તેવી માંગ ઉઠવા પામી છે.
ભરૂચ જિલ્લા માં એક તરફ કોરોના ની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ નિમોનિયા સહીત ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે.ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા શેહર ના વિવિધ વિસ્તારો માં પૂરો પાડવામાં આવતો પીવાનો પાણી પુરવઠો પ્રદુષિત અને દુર્ગંધ વાળો તથા પાણી માંથી જીવાત નીકળતી હોવાના કારણે પાણીનો પુરવઠો રોગચારાને આમંત્રણ આપી રહ્યો હોય જેના કારણે લોકોને રોગચાળા નો ભય વર્તાઈ રહ્યો છે.ત્યારે લીંબુછાપરી વિસ્તાર માં લોકો ના ઘરે ભરૂચ નગર પાલિકા દ્વારા અપાતો પીવાના પાણી ના પુરવઠામાં જીવાતો તથા કચરા વાળું પાણી આવતા હવે લોકોને રોગચાળા નો ભય વર્તાઈ રહ્યો છે.
ત્યારે પીવાનું પાણી પ્રદુષિત હોઈ તો રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહિ ત્યારે પીવાના પાણી માં જીવાત આવતા મહિલાએ નગર પાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તો ભરૂચ નગર પાલિકા દ્વારા પણ શહેર માં પૂરો પડાતો પીવાના પાણી નો પુરવઠો વહેલી તકે શુદ્ધ મળતો થાય તેવા પ્રયત્નો કરે તે જરૂરી છે. નહિતર આવનાર સમય માં શહેરજનો રોગચાળા માં સપડાય અને બીમારી વધુ ફેલાઈ તો જવાબદાર કોણ?