રીલીફરોડ પર આવેલ મૂર્તિમંત કોમ્પ્લેક્ષની 120 દુકાનો સીલ કરાઈ
અમદાવાદ, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો ફરજીયાત છે. તેમ છતાં મોલ્સ, હોટેલ્સ અને મોટા માર્કેટમાં ગાઈડલાઈનનો ભંગ થઈ થઇ રહ્યો છે. શહેરના હાર્દ સમાન રીલીફરોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષ ને આવા જ કારણોસર સીલ કરવામાં આવ્યું છે.
https://westerntimesnews.in/news/63148
અમદાવાદના મોબાઇલ માર્કેટ તરીકે જાણીતા મૂર્તિમંત કોમ્પલેક્ષ માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત તમામ નિયમો નો અમલ થતો ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્ષ ની 120 દુકાનોને સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સીલ કરવામાં આવ્યુ છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ગત રવિવારે આંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલ ઘ્વારા આ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવતા તેને સીલ કર્યાં બાદ રાત્રે મેંગો રેસ્ટોરન્ટ સહિત વધુ ચાર હોટેલ સીલ કરી હતી.
કોરોનાના કહેરને રોકવા માટે જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનો અમલ ન થતો ન હોવાથી રવિવાર રાત્રે ખાણીપીણી ના ચાર એકમ સીલ કરવામાં આવ્યા હતા.. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ, પીએટ્રી રેસ, બિરમીસ રેસ્ટોરન્ટ તેમજ વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ગજાનંદ પૌઆ હાઉસને સીલ કરવામાં આવ્યા હતા. આ તમામ સ્થળે સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા રવિવારે દિવસ દરમ્યાન આંબાવાડી (પંચવટી) પાસે આવેલ સેન્ટ્રલ મોલને પણ સીલ કરવામાં આવ્યો હતો.
https://westerntimesnews.in/news/63151
સેન્ટ્રલ મોલ દ્વારા 50 ટકાની ઓફર આપી કોરોના ને નૉતર્યું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. તેમજ ટ્રાયલ રૂમ પણ ખુલ્લા રાખતા સોસિયલ ડિસ્ટનસિંગના લીરા ઊડ્યા હતા. જેના કારણે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગે સીલની કાર્યવાહી કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલા આલ્ફા વન મોલ ને પણ સીલ કર્યો હતો. ત્યારબાદ મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્મા કંપનીને સીલ કરવામાં આવ્યા હતા.કંપનીના કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામ કરતા હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જયારે મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડને પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર સીલ કરી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ યુનિટમાંમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નહતા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો.