Western Times News

Gujarati News

રશિયાએ દુનિયામાં સૌ પ્રથમ કોરોનાની રસી લોન્ચ કરી

મોસ્કો, કોરોનાની રસીની દોડમાં રશિયા સૌથી આગળ નીકળી ગયું છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મોટી જાહેરાત કરી કે તેમના દેશે કોરોના વાયરસની પહેલી રસી બનાવી લીધી છે. વ્લાદિમિર પુતિને દાવો કર્યો છે કે આ દુનિયાની પહેલી સફળ કોરોના વાયરસ રસી છે જેને રશિયાના આરોગ્ય મંત્રાલય તરફથી મંજુરી મળી ગઇ છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની પુત્રીને પણ રસી અપાઇ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ વેકિસનને મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટિટયુટે ડેવલપ કરી છે રશિયાના આરોગ્ય મંત્રાલયે વેકિસનને સફળ ગણાવી આ સાથે પુતિને જાહેરાત કરી કે રશિયામાં તાકિદે આ વેકિસનનું પ્રોડકશન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે.

વ્લાદમિર પુતિને જણાવ્યું હતું કે તેમની પુત્રીને પણ કોરોના વાયરસ થયો હતો ત્યારબાદ તેને રસી આપવામાં આવી અને થોડીવપાર માટે તેનું તાપમાન વધ્યું પરંતુ હવે બિલકુલ ઠીક છે એ યાદ રહે કે દુનિયામાં હાલ કોરોના વાયરસની રસી બનાવવાની અનેક ટ્રાયલ ચાલી રહી છે ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર લગભગ ૧૦૦થી વધુ વેકિસન બનાવવા પર કામ ચાલે છે જેમાં અમેરિકા બ્રિટન ઇઝરાયેલ ચીન રશિયા અને ભારત જેવા દેશ સામેલ છે.ભારતમાં કોરોના વાયરસની રસી હજુ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે આ રસી બનાવવાનું બીજુ સ્ટેજ છે.

હવે રશિયા તરફથી કરાયેલી જાહેરાત સાચી સાબિત થાય અને ડબ્લ્યુએચઓ તરફથી આ રસીને મંજુરી મળી જાય તો દુનિયાભર માટે આ રાહતના સમાચાર બની શકે છે જાે રશિયામાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અહીં લગભગ નવ લાખ લોકો કોરોનાથી અત્યાર સુધી સંક્રમિત થયા છે રશિયામાં ૧૫ હજારથી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુકયા છે રશિયટાએ દેશોમાં સામેલ છે જયાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટ કરાયા છે રશિયાના વડાપ્રધાન ઉપરાંત કેબિનેટના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતાં.

દરમિયાન પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદુર પુનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સિન આ વર્ષના અંત સુધીમાં ભારતમાં આવી જશે અને આવનારા બે મહિનામાં એન્ટી વાયરસ ડોઝની બજાર કિંમત શું હશે તેની જાહેરાત કરવામાં આવશે. સિરમ ઈન્સ્ટીટ્યુટે એસ્ટ્રાઝએનેકા સાથે એગ્રીમેન્ટ કર્યા છે. તેમની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ જોડાયેલી છે. આ ત્રણેએ સાથે મળીને કોરોનાની વેક્સિન વિકસાવી છે જેનાં પરિણામો સારાં મળ્યાં છે. અમે આ વર્ષના અંત સુધીમાં વેક્સન શોધી કાઢીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.