જો પાર્ટીએ માફ કરી દીધા છે તો બળવાખોરોનું સ્વાગત કરીશ: ગહલોત
જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પોતાની વિરૂધ્ધ બળવાનું વલણ અપનાવનાર સચિન પાયલોટનું કોંગ્રેસની સાથે સમાધાન અને રાહુલ ગાંઘીની સાથે તેમની બેઠક બાદ ઘર વાપસીથી નારાજ માનવામાં આવતા મુખ્યમંત્રીએ આજે તે સવાલ પર કોઇ પ્રતિક્રિયા ન આપી કે તે તેમની સાથે ફરી કામ કેવી રીતે કરશે જેમને તેઓએ નિકમ્મા ગણાવ્યા હતાં ગહલોતે કહ્યું કે તેમના ધારાસભ્યોની ફરિયાદોને સાંભળવી તેમની જવાબદારી છે જે તેમનાથી નારાજ છે બળવાખોરની સાથે સમાધાનની બાબતે પુછવા પર તેમણે કહ્યું કે જાે પાર્ટી નેતૃત્વે આ ધારાસભ્યોને માફ કરી દીધા છે તો તે આ ધારાસભ્યોનું સ્વાગત કરશે.
બીજી તરફ જે સચિન પાયલોટને ગહલોતે રાજયના નાયબ મુખ્યમંત્રી પદેથી બેદખલ કર્યા હતાં તે આજે પાછા ફર્યા છે મુખ્યમંત્રીની વિરૂધ્ધ બળવાનું વલણ અપનાવનાર સચિન પાયલોટ એક મહીના બાદ રાજયમાં પાછા ફર્યા છે તેમની વાપસીની શરતોમાંથી એક એ છે કે એક પેનલ તેમની અને બળવાખોર ૧૯ ધારાસભ્યોની ફરિયાદોને સાંભળે પેનલમાં પ્રિયંકા સામેલ છે ગહલોતે કહ્યું કે તો કોઇ ધારાસભ્ય નારાજ છે તે તેમની ફરિયાદોને સાંભળવાની જવાબદારી તેમની છે હું આમ પહેલા પણ કરતો રહ્યો છું અને હજુ પણ આમ કરીશ જાે કે તેમણે એ સવાલ જરૂર કર્યો કે બળવાખોર કેમ ગયા હતાં અને તેમને શું વચન આપવામાં આવ્યું છે.
સુત્રોનું કહેવુ છે કે અશોક ગહલોત જે પાર્ટી હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવેલ ટીકાથી વિપરીત બેદખલ કરવામાં આવેલ પોતાના નાયબ સચિનની વિરૂધ્ધ ભારે ટીકા ટીપ્પણી કરતા રહ્યાં છે તે સમાધાનની પ્રક્રિયાથી પુરી રીતે સહમત ન હતાં.
એ યાદ રહે કે ગત મહીને ગહલોતે જાહેરમાં તેમની સરકારને તોડી પાડવા માટે ભાજપની સાથે સમજૂતિ કરવાના મામલામાં ટીકા કરી હતી તેમણે ૪૨ વર્ષના આ નેતાને નિકમ્મા પણ કહ્યાં હતાં ગહલોતે પાયલોટને એવા નેતા બતાવ્યા હતાં જે ફકત પોતાના લુક અને સારી અંગ્રેજીથી મીડિયાનો પ્રભાવિત કરે છે.HS