સાક્ષી મહારાજને પાકિસ્તાની નંબરથી જાનથી મારી નાખવાની ધમકી મળી
નવીદિલ્હી, ભાજપના સાંસદ સાક્ષી મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે કહેવામાં આવી રહ્યું છે કે તેમને આ કોલ પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો સાક્ષી મહારાજે એસપીને આ અંગે પત્ર લખ્યો છે.વળી સાક્ષી મહારાજે તેમના ટિ્વટર એકાઉન્ટ દ્વારા આ ધમકીભર્યા કોલની માહિતી આપી છે. સાક્ષી મહારાજે કહ્યું કે તમે તમારા મિત્ર મોહમ્મદ ગફફારને પકડાવીને પોતાની મોતને બોલાવી દીધી છે દસ દિવસની અંદર તમે અને તમારા સાથીદારોને મારી નાખવામાં આવશે મારા મુજાહિદ્દીન ૨૪ કલાક તમારા પર નજર રાખી રહ્યાં છે તક મળે કે તમને ભગવાન પાસે મોકલી દેશે અમારા લોકોને તમારા પ્રોગ્રામની જાણકારી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે બદમાશખીમાં ભાજપ અને આરએસએસના નેતાઓનું નામ પણ છે વળી અશ્લીલતાની સાથે તેણે વધુ ખોટી વાતો સાંભળાવી સાશ્રી મહારાજે પોતાના ફરિયાદ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંધના વડા મોહન ભાગવતના નામે ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે ભારતમાં ગજવાએ હિંદના નામથી ઇસ્લામનો ઝંડો લહેરાવવાની વાત પણ કરવામાં આવી હતી.
આ પહેલા પણ સાક્ષી મહારાજને બોંબથી ફેંકી દેવાની ધમકી મળી હતી જેને સ્ટેટે ધરપકડ કરી હતી ધમકી આપનાર વ્યક્તિ કુવૈતમાં રહેતો હતો પરંતુ તે યુપીના બિજનોરનો રહેવાસી હતો આઇપીસીની કલમ હેઠળ ગફફાર પર એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી એટીએસએ ગફફાર પાસેથી એક મોબાઇલપાસપોર્ટ કુવૈત સિવિલ આઇડી કબજે કર્યું હતું.HS