ગોદરેજ ગાર્ડન સીટીમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયુ
અમદાવાદ|: શહેરનાં પોશવિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપવામાં સાઈબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે ઝડપાયેલા ત્રણ આરોપીઓ અમેરિકા નાગરિક અને યુ.એસ કેશ સર્વિસ નોન સેન્ટર ના નામે ઠગતા હતા.
સાઈબર ક્રાઈમ ની ટીમે બાતમી મળી હતી જગતપુર ગોધરેજ ગાડન સીટીમા આવેલ એડન નામની બિલ્ડીગમાં સૌરભ શર્મા રાજ રાઠોડ અનુરાગ કુશવા અને અજીત રાજપૂત નામના ઈસમો અમેરિકા નાગરીકો ને લોન આપવાના બહાને પેડે પોર્સેસ દ્વારા રૂપિયા પડાવતા હતા જેના આધારે કાર્યવાહી કરવામાં આવતા સાઈબર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લીધા હતા અને તેમની પુછપરછ કરતા ચારેય અમેરિક નાગરિકોને ફોન કરીને લોન આપવાનું ઓફર કરીને બાદમાં તેમના ક્રેડીટ સ્કોર ઓછુ હોવાનુ જણાવતા હતા આ માટે મ્યુચ્યુઅલ ટ્ં્રાજેકશન કરવાનું કહેતા હતા અને એ રીતના તેનમી સાથે છેતરપીડી આચરતા હતા. તેમના સૌરભ શર્મા, જરૂરી ડેટા પુરતો પાડતો હતો અને કાર્યવાહીના સ્થળે થી પોલીસને ચાર મોબાઈલ એક લેપટોપ એક રાઉટર તથા સ્ક્રીપ્ટ જપ્ત કરી છે અને ચારે વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.