પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ક્રિટીકલ, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર
નવી દિલ્હી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે, આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર) હોસ્પિટલે મગજની સર્જરી કરાવ્યાનાં એક દિવસ બાદ મંગળવારે આ નિવેદન આપીને જણાવ્યું હતું. 84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સોમવારે તબિયત નાજૂક જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજની સર્જરી કરાવ્યા પહેલાં પ્રણવ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
દિલ્હી કેન્ટની આર્મી હૉસ્પિટલ (R&R) પ્રણવ મુખરજીની તબિયત ગંભીર છે. 10 ઓગસ્ટે 12.07 વાગ્યો મગજની ગાંઠની સર્જરી કરાવનારા પૂર્વ રાષ્ટ્રપતિની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને તેમની તબિયત વધુ ખરાબ થઈ છે. તેઓ વેન્ટિલેટરી સપોર્ટ પર છે. “હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે. મંગળવારે સાંજે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને માહિતી આપી હતી કે તેમની હાલત પણ ગંભીર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મગજની શસ્ત્રક્રિયા પછી તેમની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તે હજી પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમણે સોમવારે ટ્વીટ કર્યું, ‘હું એક અલગ પ્રક્રિયા માટે હોસ્પિટલમાં આવ્યો છું અને અહીં મારો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગયા અઠવાડિયે મેં મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરી કે તેઓ પોતાને આઇસોલેટ કરે અને કોવિડ-19નો ટેસ્ટ કરાવે.