રીવરફ્રન્ટ પર ડફનાળા-ઈન્દીરાબ્રીજ રોડ કામમાં વિલંબ થશે
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
અમદાવાદ, કોરોના તેમજ લોકડાઉનના કારણે સામાન્ય નાગરીકોની સાથે સરકારના બજેટને અસર થઈ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પણ ઈજનેર અધિકારીઓને કામની પ્રાયોરીટી નકકી કરવા તેમજ ખર્ચ ઘટાડવા સુચના આપી છે. એક અંદાજ મુજબ ર૦ર૦-ર૧ના બજેટમાં રૂા.૧ર૦૦ કરોડનો ઘટાડો કરવામાં આવશે. સ્માર્ટસીટી, જનમાર્ગ, રીવરફ્રન્ટ લીમીટેડના કામો અને ખર્ચ પણ ઓછા થઈ શકે છે.રીવરફ્રન્ટમાં ડફનાળાથી હાંસોલ બ્રીજ સુધીના કામ પર અસર થઈ શકે છે. જયારે ટ્રાન્સપોર્ટ હબના હાયને મુલત્વી રાખવા માટે વિચારણા ચાલી રહી છે.
સાબરમતી રીવરફ્રન્ટ લીમીટેડના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ લોકડાઉન બાદ “કરકસર” પર ભાર મુકવામાં આવ્યો છે. જેના ફળસ્વરૂપ, ડફનાળાથી ઈન્દીરાબ્રીજ સુધી તૈયાર થનાર રોડના કામને મુલત્વી રાખવામાં આવ્યું છે. હાલ આ રોડની ડીઝાઈન તૈયાર થઈ રહી છે તેવી જ રીતે રાણીપખાતે સ્માર્ટસીટી અંતર્ગત તૈયાર થનાર “ઈન્ટેલીઝટ ટ્રાન્સપોર્ટ હબ”ના કામ ઉપર પણ બ્રેક મારવામાં આવી છે. સદ્ર કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ લોકડાઉનના કારણે કોઈપણ કોન્ટ્રાકટરે રસ દાખવ્યો નથી.સાબરમતી રીવરફ્રન્ટ લીમીટેડમાં ર૦ર૦-ર૧ના બજેટ પર મોટો કાપ મુકવામાં આવે તેવી શકયતા નહીવત છે. પરંતુ ર૦ર૧-રરના અંદાજપત્રમાં લોકડાઉન ની અસર જાેવા મળી શકે છે.
રીવરફ્રન્ટ લીમીટેડ અંતર્ગત હાલ જે કામ ચાલી રહયા છે. તે પ૦ ટકા જેટલા પૂર્ણ થઈ ગયા છે. તેથી તેને રોકવા હિતાવહ નથી. રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા શાહપુર અને એનઆઈડી પાસે સ્પોર્ટસ કોમ્લેક્ષ, એલવીપીની બાજુમાં મલ્ટીલેવલ, પાર્કીગ તથા જમાલપુર એનઆઈડી સુધી વોક-વે ના કામ ચાલી રહયા છે. આ તમામ કામ તેના નિયત સમયે પૂર્ણ થાય તેવા પ્રયત્ન ચાલી રહયા છે. પશ્ચિમ દિશામાં ચંદ્રનગર થી વાસણા બેરેજ સુધીનું કામ પણ પૂર્ણતા ના આરે છે. તેથી રીવરફ્રન્ટ લીમીટેડના બજેટમાંથી માત્ર ડફનાળા-ઈન્દીરાબ્રીજ સુધીના રોડ કામમાં વિલંબ થઈ શકે છે. જયારે “ટ્રાન્સપોર્ટ હબ”નું કામ સ્માર્ટસીટી અંતર્ગત પી.પી.પી. ધોરણે કરવામાં આવશે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.