Western Times News

Gujarati News

ઉમલ્લાથી વેલુગામ સુધીના ૨૦ કિલોમીટરનો માર્ગ ગ્રામજનો માટે જીવલેણ

વરસાદી પાણી ભરાઈ રહેતા બિસ્માર માર્ગો વાહન ચાલકોને ન દેખાતા ખાડામાં ખાબકી જતા અકસ્માતનો બની રહ્યા છે ભોગ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,: ભરૂચ જીલ્લો વિકાસશીલ જીલ્લો તરીકે દરજ્જો નેતા ઓ આપી તેઓએ ના ભાષણ માં સંબોધતા હોય છે.પરંતુ ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકા ના ઉમલ્લા થી વેલુગામ સુધી નો 20 કિલો મીટર સુધી નો માર્ગ અત્યંત બિસ્માર થઈ જવા સાથે વરસાદી પાણી ભરાઈ રહેતા માર્ગ માં પડેલા ખાડો વાહન ચાલકો ને ન દેખાતા અકસ્માત નો ભોગ બનવા સાથે જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે વિકાસશીલ ની વાત કરતા નેતાઓ આ માર્ગ ની મરામત કરાવે તેવી માંગ ઉઠી રહી છે.

ભરૂચ જીલ્લા ના સમગ્ર માર્ગો વરસાદી પાણી માં ધોવાઈ રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકા ના ઉમલ્લા થી વેલુગામ સુધી નો ૨૦ કિલો મીટર નો માર્ગ છેલ્લા ૧૫ વર્ષ થી અત્યંત બિસ્માર હોવાના કારણે આ માર્ગ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગયો છે.જેમાં ઝઘડિયા તાલુકા ના ઉમલ્લા થી વેલુગામ સુધી નો અત્યંત બિસ્માર માર્ગ વરસાદી પાણી માં મોટા ખાડા વાહન ચાલકો ને દેખાતા કેટલાય વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.ત્યારે આ વિસ્તાર ના આદિવાસી સમાજ ના મસીહા ગણાતા અને ઝઘડિયા ના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સરકારી જમીન ઉપર કબ્જો કરવાના મુદ્દે પત્રો લખી રહ્યા છે.પરંતુ પ્રજાને પડી રહેલી હાલાકી મુદ્દે મૌન સેવી રહ્યા છે.ત્યારે સાચા અર્થ માં પ્રજા એ પણ ખોબે ખોબે મત આપી જનપ્રતિનિધિ બનવ્યા છે.ત્યારે જનપ્રતિનિધિઓ જ અંદરોઅંદર બાખડી રહ્યા છે.

જેમાં બિચારી પ્રજા પીસાઈ રહી છે.બિસ્માર માર્ગ ના કારણે હજારો વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.ત્યારે બિસ્માર માર્ગ ના વિડીયો બનાવી ગ્રામજનો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી માર્ગ ની મરામત અંગે તંત્ર નો જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ તંત્ર પણ ગાંધીજી ના ત્રણ વાંદરા ની માફક બોલવું નહિ,સાંભળવું અહીં અને જોવું નહિ ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ ગ્રામજનો પણ હવે જનપ્રતિનિધિઓ અને તંત્ર સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉમલ્લા થી વેલુગામ સુધી નો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં ગ્રામજનો પોતાના ખેતરો માં ખેતી કામ કરવા માટે જીવ ના જોખમે પણ બિસ્માર માર્ગો ઉપર થી પસાર થઈ રહ્યા છે.ત્યારે આ માર્ગ એ કેટલાય વાહન ચાલકો ના જીવ પણ લીધા છે.ત્યારે હવે અત્યંત બિસ્માર બંનેઈ ગયેલો માર્ગ અકસ્માતો નું ઝોન બની રહ્યો છે.ત્યારે આદિવાસી સમાજ ના જનપ્રતિનિધિ બનેલા નેતાઓ આમ માર્ગ ઉપર પર ધ્યાન આપે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.