રાણીપના બ્રીજ ને આત્મ નિર્ભર જાહેર કરવામાં આવ્યો
( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે. જેમાં રાણીપ ના બ્રીજને આત્મ નિર્ભર જાહેર કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટ ના જણાવ્યા મુજબ ઇન્કમટેક્સ ફ્લાયઓવર ને સ્વ. અરુણ જેટલી બ્રીજ , અંજલીફ્લાય ઓવરને સ્વ. સુષ્મા સ્વરાજ બ્રીજ , બાપુનગર દિનેશ ચેમ્બર્સ ફ્લાયઓવરને મહારાણા પ્રતાપ , હાટકેશ્વર ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી અને રાણીપ બ્રીજ ને આત્મ નિર્ભર ગુજરાત નામ આપવામાં આવ્યા છે.
શ્રેય અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી માટે તમામ હોસ્પિટલ ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. પરંતુ કોવિડ હોસ્પિટલોની એન.ઓ.સી.માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. હાલ, 15 હોસ્પિટલ ની એન.ઓ.સી.માટે કામ ચાલી રહ્યું છે. તેમ વધુમાં જણાવ્યું હતું.