કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું અવસાન
નવી દિલ્હી, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થઈ ગયું છે. બુધવાર સાંજે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો. રિપોર્ટ્સ અનુસાર, તેમને તબિયત ખરાબ થતા એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. થોડા જ સમયમાં તેમનું અવસાન થઈ ગયું. કોંગ્રેસના સચિવ (સંચાર) ડાૅ વિનીત પુનિયાએ તેમના અવસાનની જાણકારી આપી. સૂચના મેળવ્યા બાદ ભાજપના પ્રવક્ત સંબિત પાત્રાએ પણ શોક વ્યક્ત કર્યો છે. રાજીવ ત્યાગીએ બુધવારે સાંજે આશરે પોણા ચાર વાગ્યે પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક ટ્વીટ કરી હતી. તેમના અવસાનની જાણકારી આપતા ડાૅક્ટર પૂનિયાએ ટ્વીટ કર્યું.
‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ ત્યાગીજી હવે નથી રહ્યા. તેમના પરિવારજનો અને પ્રશંસકો માટે મારી ઊંડી સંવેદનાઓ.’ ભાજપ નેતા સંબિત પાત્રાએ લખ્યું કે, ‘વિશ્વાસ નથી થઈ રહ્યો કે, કોંગ્રેસના મારા પ્રવક્તા મિત્ર રાજીવ ત્યાગી અમારી સાથે નથી. આજે ૫ વાગ્યે અમે સાંજે ડિબેટ પણ કરી હતી. જીવન ખૂબ જ અનિશ્ચિત છે. હજુ પણ શબ્દો નથી મળી રહ્યા.
હે ગોવિંદ, રાજીવજીને પોતાના ચરણોમાં સ્થાન આપજો. રાજીવ ત્યાગીને ટીવી જગતમાં પોતાની વાત ખુલીને રજૂ કરવા માટે ઓળખવામાં આવતા હતા. ભાજપના સંબિત પાત્રા સાથે તેમની ઘણી ડિબેટ ખૂબ જ ચડસા-ચડસીમાં બદલાઈ જતી હતી. તે તથ્યપરક વાતોની સાથે-સાથે અનોખા અંદાજમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરવા માટે પણ જાણીતા હતા.SSS