બર્થ ડે પર સારાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Sara-B-1-1024x569.jpg)
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજે પોતાનો ૨૫મો જન્મદિવસ મનાવી રહી છે. સોશિયલ મીડિયા જબરદસ્ત રીતે એક્ટિવ રહેતી સારા અલી ખાને આજે તેના બર્થ ડેની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી. સારાએ આ વખતે પોતાના ઘરે જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. પણ ઘર પર પણ તેનું સેલિબ્રેશન ગ્રાન્ડ હતું. અને બર્થ ડે ગર્લ સારાના ચહેરા પર બર્થ ડે ખુશી ખાસ દેખાતી હતી. સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્રાન્ડ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.
સારાએ આ પ્રસંગે જંપસૂટમાં નજરે પડી હતી. વધુમાં બર્થ ડેની કેક અને ફોટો પણ શેર કર્યા છે. આ સિવાય ત્રીજી સ્ટોરીમાં સારાએ પોતાના બર્થડે સેલેબ્રિશનનું ડેકોરેશન પણ બતાવ્યું છે. સારાની આ તસવીરો જોઇને લાગી રહ્યું છે કે બર્થ ડે ગર્લને ખુશ કરવા ઘરના તમામ લોકોએ કોઇ કમી છોડી નથી. તો બીજી તરફ સારાની આ તસવીરો પર તેના ફેન્સ પણ ખૂબ સારા રિસ્પોન્સ આપ્યો છે અને સાથે જ સારાને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક શુભેચ્છાઓ પાઠવી છે.
વળી સારાની સાતેલી મા કરીના કપૂરે પણ સારાને એક ક્યૂટ તસવીર શેર કરીને કહીને બર્થ ડેની શુભકામનાઓ આપી છે. અને ખૂબ બધા પીઝા ખાવાનું કહ્યું છે. સાથે જ આ તસવીરમાં સૈફ અલી ખાન અને સારાની નાનપણની તસવીર પણ બતાવવામાં આવી છે.SSS