Western Times News

Gujarati News

CBI તપાસનો વિરોધ નથી, મુંબઈ પોલીસ ઉપર વિશ્વાસ: શરદ પવાર

એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થયું, ૨૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી અને તેના પર કોઈજ વાત નહીં

મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત પર રાજનીતિ થઈ ગઈ છે. શિવસેનાના સંજય રાઉત બાદ દ્ગઝ્રઁ ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતરી આવ્યા છે. પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની તપાસ પર પુરો વિશ્વાસ છે.

જોકે કોઈને લાગે છે કે આની સીબીઆઈ તપાસ થવી જોઇએ તો મને આનાથી કોઈ વાંધો નથી. આ ઉપરાંત તેમણે અજિત પવારના દીકરા પાર્થ પવાર તરફથી કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માંગને પણ ફગાવી દીધી. શરદ પવારે કહ્યું કે પાર્થ બાળક છે, અનુભવ અનુભવ વગરનો છે. શરદ પવારે કહ્યું કે, જે રીતે આ ઘટનાને મીડિયામાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. તપાસ સીબીઆઈ અથવા કોઈ બીજું કરે, પરંતુ મને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે.

બીજી તરફ આ ઘટનામાં ઠાકરે પરિવારને બદનામ કરવાના ષડયંત્ર પર તેમણે કહ્યું કે, અમને નથી ખબર કે આની પાછળ શું ઉદ્દેશ છે. પવારે કહ્યું કે, મને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર છેલ્લા ૫૦ વર્ષોથી વિશ્વાસ છે. તપાસ કોઈ પણ પાસે કરાવવામાં આવે, તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે.

તેમણે આગળ કહ્યું કે, એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થઈ રહ્યું છે, પરમ દિવસે સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં ૨૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેના પર વાત નથી કરવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત બિહાર વિરુદ્ધ મહારાષ્ટ્રની લડાઈ બની ગઈ છે. પવારથી પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત પણ આ મુદ્દે બોલી ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.