Western Times News

Gujarati News

ઓછા વરસાદથી સોયાબીન અને કઠોળ ઉત્પાદન ઘટી જવાના સંકેત

નવીદિલ્હી : મોનસુની વરસાદ શરૂ થવામાં વિલંબ અને તે પહેલા વધારે વરસાદવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી સુખાની સ્થિતિના પરિણામ સ્વરુપે સોયાબીન, મગ અને અડદ જેવી ખરીફ પાકના ઉત્પાદનમાં આ વખતે માઠી અસર થવાની શક્યતા છે. સોયાબીન, કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સ્થિતિ જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

સોયાબીન, મગ અને અડદ જેવા પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સ્થિતિમાં સરકારની ચિંતા વધી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ખરીફ વાવણી ૧૧મી જુલાઈના આંકડા મુજબ ૩૩ ટકા ઓછી રહી છે. ભારતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં કપાસની આયાત અગાઉના વર્ષની સરખામણીમાં બે ગણી તેવી શક્યતા દેખાઈ રહી છે.

આવી જ રીતે સરકારે હાલમાં જ તુવેરના આયાત ક્વોટાને બે લાખ ટનથી વધારીને ચાર લાખ ટન કરવાની જાહેરાત કરી હતી. દેશના લોકો મોનસુનને લઇને ચિંતાતુર બનેલા છે. ભારતે પહેલાથી જ મકાઈ અને કપાસની આયાતને અછતને ધ્યાનમાં લઇને વધારી દીધી છે. દેશમાં પુરતા પ્રમાણમાં જથ્થો હોવા છતાં સરકારે કઠોળ માટેના આયાત ક્વોટાને બે ગણો કરી દીધો છે.

સામાન્ય મોનસુનથી ઓછો વરસાદ રહેવાની સ્થિતિમાં કિંમતોમાં વધારો થઇ શકે છે. ભાવમાં વધારો થવાની સ્થિતિમાં સામાન્ય લોકોની મુશ્કેલી ન વધે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. પહેલાથી જ વાવણી થઇ ચુકેલા પાકને બચાવવા માટે વરસાદના સારા રાઉન્ડની રાહ દેશના લોકો જાઈ રહ્યા છે. વાવણીના વિસ્તારોમાં પણ હજુ સુધી સારો વરસાદ થયો નથી.

૧૧મી જુલાઈના આંકડા મુજબ ખરીફ વાવણી આ વર્ષ માટે હજુ સુધી સામાન્ય કરતા ૩૩ ટકા ઓછી રહી છે. ૨૦૧૮માં નોર્મલ મોનસુની વરસાદની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ રહેવાની વાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. તેલિબિયા વાવણી દેશભરમાં સરેરાશ કરતા ૧૭ ટકા ઓછી છે જ્યારે તેલિબિયાના પાક માટે મુખ્ય ગણાતા સોયાબીન સામે પણ ઓછા વરસાદના લીધે ખતરો ઉભો થયો છે. મરાઠવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં ઓછો વરસાદ થઇ રહ્યો છે.

મરાઠવાડામાં ઓછા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. જા અમને ઓછો વરસાદ આગાહી મુજબ જ મળશે તો ઓછા વરસાદના લીધે સોયાબીનના ક્ષેત્રમાં લાભ ઘટી શકે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મુખ્યરીતે સોયાબીનનું પ્રમાણ વધારે રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ તુવેરના આયાત ક્વોટાને બે ગણો કરી દીધો છે. કારણ કે, કેટલાક કઠોળની કિંમતો પહેલાથી જ કિલોદીઠ ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.