રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ મહંતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
મથુરા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવામાં આવ્યો હતો જે પોઝીટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને તેમને ઓક્સિજન લગાવવામાં આવ્યું. નૃત્ય ગોપાલ દાસ હાલ મથુરામાં છે, આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે.
નૃત્ય ગોપાલદાસ કૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન મથુરા આવે છે. મથુરાની મુલાકાત દરમિયાન આજે તેમની તબિયત લથડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં, ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં અયોદ્યામાં રામલલાના બે પુજારી કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત કેટલાય પોલીસકર્મીઓ પણ પોઝીટિવ થયા હતા. કોરોનાના ભયને પગલે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનમા કાર્યક્રમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.