બાસમતી ચોખાની કિંમતમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થયો
નવીદિલ્હી : બાસમતી ચોખાની કિંમતમાં છેલ્લા એક મહિનાના ગાળામાં ૧૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. ઇરાન અને સંબંધિત દેશોને મોડેથી પેમેન્ટના પરિણામ સ્વરુપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ઇરાન દ્વારા મોટાભાગે ભારત તરફથી વાર્ષિક બાસમતી ચોખાની ખરીદી કરવામાં આવે છે.
ભારતમાં વાર્ષિક બાસમતી ચોખાની ૪-૪.૫ મિલિયન ટન ચોખાની નિકાસ સામે મોટાભાગના હિસ્સાને ઇરાન દ્વારા ખરીદવામાં આવે છે જ્યારે યુરોપના દેશો દ્વારા આઠ ટકાની આસપાસ ખરીદી કરવામાં આવે છે. ઓલ ઈન્ડિયાય રાઈસ એક્સ્પોર્ટસ એસોસિએશનના કહેવા મુજબ ૧૨૦૦ કરોડ રૂપિયાની કિંમતના ચોખાની ચુકવણી મોડેથી કરવામાં આવી છે. ૧૨૫૦૦૦ ટન ચોખાની ચુકવણી કરવામાં વિલંબ થયો છે. મંડીમાં બાસમતીની કિંમત પ્રતિ િક્વન્ટલ ૩૯૦૦ રૂપિયાની આસપાસ નોંધાઈ છે.
અમારી કિંમતોને લઇને કોઇપણ પ્રકારની દુવિધા દેખાઈ રહી નથી. જુદી જુદી ગુણવત્તાના બાસમતીની નિકાસ થઇ રહી છે. વિલંબથી ચુકવણીના પરિણામ સ્વરુપે વેચાણને અસર થતાં કિંમતોમાં ઘટાડો થયો છે.