સ્વામીએ મોદી અને સોનિયાના કાળમાં કેન્દ્ર સરકારની સરખામણી કરી
નવીદિલ્હી, ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે.સ્વામીએ મોદી અને સોનિયા કાળમાં કેન્દ્ર સરકારની સરખામણી કરી છે. તેમણે આજે એક ટ્વીટ કરી કહ્યું કે મોદી અને ટીડીકે (કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી માટે તેમનો પરિચય)ના અધ્યક્ષતામાં સરકારોમાં બે બુનિયાદી અંતર નજરે આવ્યું સોનિયા ગાંધીએ દેશનું નેતૃત્વ કરવા માટે અનૈતિક રીતે દેશની નાગરિકતા હાંસલ કરી અને ભારતમાં લુટ મચાવી.નરેન્દ્ર મોદી પણ ગરીબ પરિવારથી આવે છે અને સખ્ત મહેનત કરી વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારને લઇ કોઇ આરોપ નથી.
સ્વામીના ટ્વીટ પર સોશલ મીડિયા યુઝર્સ પણ ભારે પ્રતિક્રિયા આપી રહ્યાં છે અનેક યુઝર્સે તેમના ટ્વીટ પર અસહમતિ વ્યકત કરી છે.તનરાજ લખે છે કે જયાં સુધી આરોપ સાબિત થાય નહીં અને દોષિત ઠેરવવામાં આવે નહીં ત્યાં સુધી આપણે દૈનિક જીવનમાં આવા આરોપોને લગાવવાથી દુર રહેવું જાેઇએ મને આશ્ચર્ય થાય છે કે પૂર્વ બહુમત વાળી સરકારે આરોપોમાં છ વર્ષ બરબાદ કરી દીધા પરંત કાંઇ પણ સાબિત કરવા માટે એક પગલુ પણ આગળ આવી નથી જયારે કિંગ નાઇટ નામથી એક યુઝર લખે છે કે મોદી પર ગુજરાત તોફાનો બાદ રાફેલ ડીલ માટે આરોપ લાગ્યા છે હવે વડાપ્રધાન કેયર ફંડને લઇ સવાલોના ધેરામાં છે.HS