Western Times News

Gujarati News

સુશાંત કેસમાં બિહાર સરકાર અને રિયાએ સુપ્રીમમાં લેખિત દલીલ દાખલ કરી

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત મોત મામલામાં બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને બિહાર સરકારે પટણામાં દાખલ એફઆઇઆર મુંબઇ ટ્રાંસફર કરવાની માંગ વાળી દાખલ રિયાની અરજી પર ગુરૂવારે સુપ્રીમ કોર્ટે લેખિત અભિવેદન અથવા લેખિત દલીલો આપી હકીકતમાં પટણામાં દાખલ કરવામાં આવેલ એફઆઇઆરમાં સુશાંત સિંહ રાજપુતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના સભ્યો સહિત છ અન્ય લોકોની વિરૂધ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે.

બિહાર સરકારે વકીલ કેશવ મોહન દ્વારા રજુ કરવામાં આવેલ પોતાની લેખિત દલીલમાં ચક્રવર્તીની અરજીને રદ કરવાની વિનંતી કરતા કહ્યું કે તપાસની જવાબદારી સંભાળવાની અને તેના ઝડપી ઉકેલ માટે સીબીઆઇના માર્ગમાં કોઇ પણ પ્રકારના અવરોધ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. જયારે રિયા ચક્રવર્તીએ પોતાની લેખિત અરજીમાં કહ્યું છે કે બિહાર પોલીસના આદેશ પર તપાસની જવાબદારી સીબીઆઇને સ્થનાંતરિત કરવાનો અધિકાર ક્ષેત્રમાં ન હતી. સુપ્રીમ કોર્ટે ચક્રવર્તીની અરજી પર પોતાનો નિર્ણય ઓગષ્ટે સુરક્ષિત કરી લીધો હતો અને સંબંધિત પક્ષોને ગુરૂવાર સુધી પોતાની લેખિત અરજી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

એ યાદ રહે કે રાજપુત ૧૪ જુને મુંબઇના પોતાના એપાર્ટમેન્ટમાં ફાસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો મુંબઇ આ મામલાની તપાસ કરી રહી છે જયારે રાજપુતના પિતા કે કે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્યની વિરૂધ્ધ પટણામાં એફઆઇઆર દાખલ કરાવી છે. પોલીસે આ મામલા અનેક લોકોની પુછરછ કરી છે. રિયા ચક્રવર્તીની પણ પુછપરછ કરવામાં આવી છે. આ મામલાને લઇને રાજનીતિ પણ શરૂ થઇ છે. બિહાર પોલીસ અને મુંબઇ પોલીસની કામગીરીને લઇ નેતાઓ સવાલો ઉઠાવી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.