આતંકવાદી સંગઠન લાલ કિલા પર ખાલિસ્તાની ઝંડો લહેરાવવા ઇચ્છે છે
વોશિંગ્ટન, અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટિસે એક બાર ફરી ભારતની વિરૂધ્ધ નાપાક કાવતરૂ રચ્યું છે. આ આતંકી સગંઠને જાહેરાત કરી છે કે જો કોઇ ૧૫ ઓગષ્ટના દિવસે લાલ કિલા પર ખાલિસ્તાનનો ઝંડો લહેરાવશે તો તેને ૧૨૫,૦૦૦ ડોલરનું ઇનામ આપવામાં આવશે.શિખ ફોર જસ્ટિલની આ જાહેરાત બાદ દિલ્હી પોલીસે પોતાની સતર્કતા વધારી દીધી છે. શિખ ફોર જસ્ટિસના સુપ્રીમો ગુરપતવંત સિંહ પન્નુને એક નિવેદન જારી કરી દાવો કર્યો છે કે ૧૫ ઓગષ્ટ શિખો માટે સ્વતંત્રતા દિવસ નથી તેણે કહ્યું છે કે આ તેમને ૧૯૪૭માં વિભાજનના સમયે ત્રાસદી યાદ અપાવે છે.તેમણે કહ્યું કે અમારા માટે કંઇ પણ બદલાયું નથી બદલાયુ છે તો માત્ર શાસન.અમે હજુ પણ ભારતીય બંધાપણમાં હિન્દુના રૂપમાં દાખલ છીએ અને પંજાબના સંસાધનોનો ઉપયોગ અન્યાયપૂર્ણ રીતે અન્ય રાજયો માટે કરવામાં આવી રહ્યો છે. અમને વાસ્તવિક સ્વતંત્રતાની જરૂરત છે.
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પર ગત બે મહીનાથી કાનુની શિકંજાે કસવામાં આવી રહ્યો છે સિંહ અને તેમના સાથીઓની વિરૂધ્ધ છ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જયારે ગત કેટલાક સમયથી કોરોનાના સંકટની વચ્ચે રાજનીતિક જનમત સંગ્રહ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે જયાં ફોન કરવા અને મેલ કરી શિખ સમુદાય માટે અલગ રાજય બનાવવાની માંગ કરી રહ્યાં છે.
આતંકવાદી ગુરપતવંત સિંહનો દાવો છે કે આ માનવાધિકારોના વૈશ્વિક ધોષણાપત્ર હેઠળ કાનુની છે તેમની ચેતવણી બાદ ભારતના પાટનગર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે સુત્રોના જણાવ્યા અનુસાર તેમના મેલની તપાસ કરવામાં આવી રહી છે આ ધમકીની વિરૂધ્ધ તેમના પર તાકિદે કેસ થઇ શકે છે. આ સંગઠને ગત મહીને જાહેરાત કરી હતી કે તે જનમત સંગ્રહ માટે અમેરિકા બ્રિટેન કેનેડા ઇટાલી જર્મની ફ્રાંસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ભારતીય દુતાવાસની બહાર વોટર રજીસ્ટ્રેશન શિબિર આયોજીત કરવા ઇચ્છે છે ભારતીય ગૃહ મંત્રાલયે આ સંગઠન ઉપર વર્ષ ૨૦૧૯માં પ્રતિબંધન લગાવી દીધો હતો.HS